SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) શેતામ્બરેમાં સૌથી પ્રખ્યાત લેખક તે હેમચન્દ્ર (૧૦૮૮૧૧૭૨) થયા. એમના સર્વમુખી જ્ઞાનને કારણે એ વિસર્વર કહેવાયા. ધર્મસિદ્ધાન્તો ઉપર એમને મુખ્ય ગ્રન્થ યોજશાસ્ત્ર અથવા અધ્યાત્મઉપનિષત છે. એ ગ્રન્થમાં એમણે જૈન ધર્મના સિદ્ધાન્ત વિષે વિશાળ ચર્ચા કરી છે, એટલું જ નહિ પણ એમાં યુગવિષે વિસ્તારથી ચર્ચા કરી છે. વાતાdવે નામે એક બીજે નાને ગ્રન્થ હેમચન્દ્રને છે. એ ગ્રન્થમાં સ્તુતિરૂપે ધર્મને ઉપદેશ કરેલો છે; એમની એક બત્રીશી ઉપર મહિને ૧૨૯૨માં સ્વામિંગરી નામે વિશાળ ટીકા ગ્રન્થ લખે છે. આ ટીકાગ્રન્થ પિતે પણ તર્ક ઉપર અનેક પ્રકારે ચર્ચા કરે છે. ધર્મસિદ્ધાન્તો ઉપર લખનાર અનેક પ્રખ્યાત બેતામ્બર લેખકે થઈ ગયા છે, પણ તેમાંના છેડાને જ અહીં ઉલ્લેખ કરી જઈશું તેવેન્દ્રસૂરિએ ( ૧૩ મા સૈકામાં ) જર્મગ્રન્થ લખ્યા છે અને તેમાં કર્મના સિદ્ધાન્તની ચર્ચા અનેક દષ્ટિએ કરી છે. ગુણરત્ન (૧૪૦૦ ના અરસામાં) હરિભદ્રના ન્યાયગ્રન્થ ઉપર ટીકા લખી છે. ધર્મસાગરે ૧૫૭૩ માં સુત્ત ક્રોશિસ્ત્રક્રિયા નામે ગ્રન્થ લખીને દિગમ્બરેની ખબર લીધી છે. ૧૭ મા સૈકામાં થઈ ગયેલા વિનયવિજય અને યશવિજય એ બે સફળ લેખકે વિષે તે ૭૪ મા પૃષ્ઠ ઉપર લખ્યું જ છે. વિનયવિજયને તમારા તે જ્ઞાનચક જે ગ્રન્થ છે અને તેમાં જૈનધર્મનાં સર્વ ક્ષેત્રે ઉપર ચર્ચા છે. યશવિજયે ન્યાય અને તક ઉપર અનેક ગ્ર લખ્યા છે, એમને પ્રતિમારા ગ્રન્થ ખાસ આકર્ષક છે, એમાં મૂર્તિપૂજા વિષે લખ્યું છે. એ ધર્મના સિદ્ધાન્ત વિષે ચર્ચા ચલાવનાર સંસ્કૃત અને પ્રાકૃત ગ્રન્થ આજ સુધી એ લખાયા જાય છે. અને એ છેલ્લે ગ્રન્થ, મારા જાણવામાં આવ્યું છે તે પ્રમાણે, ૧૯૧૭ માં વિજયધર્મસૂરિને નૈનતત્તવજ્ઞાન પ્રકટ થયા છે. શ્વેતામ્બની પેઠે દિગમ્બરેએ પણ ધર્મ અને તેને અનુકૂળ શાસન વિષેના ગ્રન્થ બહુ ઉત્સાહથી લખ્યા છે, એ પ્રદેશમાં લખનાર સૌથી પ્રાચીન લેખક કુન્દકુન્દ હતા. એ ઈ. સ. ૬૦૦
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy