SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ વચન એ ધણાભાગે કલ્પના, શ્રદ્ધા કે તર્કના પાયા ઉપર રચાયેલુ' હાવાથી તેની પ્રતિષ્ઠા બહુ જ શ ંકાગ્રસ્ત, વિવાદાસ્પદ અને અતિ સંકુચિત મનાય છે; ત્યારે ઇતિહાસ—વિજ્ઞાન જીવત ઉપકરણા, પ્રત્યક્ષસવાદી સાધના અને અવિચ્છિન્ન પરંપરાની સામગ્રીવડે સાયેલું હાવાથી તેની પ્રામાણિકતા નિવિવાદરૂપે સર્વવ્યાપી સ્વીકારાય છે અને તેથી આધુનિક વિજ્ઞસમાજમાં ઇતિહાસવિજ્ઞાને લગભગ આગમપ્રમાણૢ ઉપર વિજય મેળવ્યા છે અને તેને એક રીતે વાનપ્રસ્થ બનાવ્યેા છે. ઇતિહાસની આણુ ચાતુરત ચક્રવર્તીની માર્ક સ વિનસમાજ ઉપર એક સરખી મનાય છે, ત્યારે આગમવચનની આણુ માત્ર કરદ માંડલિકાની માફક, પોતપોતાના અતિ મર્યાદિત સાંપ્રદાયિક મડળામાં પણ અનેક વાદવિવાદો સાથે સ્વીકારાય છે. એ ઉપરાંત ઘણી વખતે આગમ-પ્રતિપાદિત કેટલાક વિચારાનુ રહસ્યઆવિષ્કરણ પ્રતિહાસ—વિજ્ઞાનની પદ્ધતિએ જેટલું સ્પષ્ટતાપૂર્વક થઈ શકે છે તેટલુ સ્વયં આગમવચન ઉપર જ નિર્ભર રહેવાથી નથી થતુ. એટલું જ નહિ પણ કેટલીકવાર તેા કેવળ આગમવચનાવલંબન ઉલ્ટુ ભ્રમરૂપ થઇ પડે છે અને સ્પષ્ટ સત્યને અસ્પષ્ટ બનાવી મૂક્રે છે, ઇતિહાસ-વિજ્ઞાનની દૃષ્ટિના અભાવે ધણીવાર કેવળ આગમાવલંબન બુદ્ધિને સંકુચિત બનાવી મકે છે અને તેથી સમ્યગ્નાનની પ્રાપ્તિને બદલે કેવળ કદાગ્રહપણું જ વધુ કેળવાય છે. એથી વિરૂદ્ધ ઐતિહાસિક દષ્ટિ બુદ્ધિને વધુ ને વધુ વિકસિત બનાવે છે અને પરિણામે મધ્યસ્થભાવને ખીલવે છે કે જે સમ્યગ્નાનની પ્રાપ્તિમાં પ્રધાન કારણભૂત છે. આ રીતે ઐતિહાસિક દષ્ટિનું મહત્ત્વ અનેક રીતે વધી જાય છે અને તેથી આધુનિક વિદ્વગે વિદ્યાના સર્વ પ્રદેશામાં તેને એક રીતે પ્રમુખસ્થાન આપ્યું છે. શોધક વિદ્રાના જે જગતના ધર્મોના અભ્યાસ કરે છે તે આગમવચનની સત્યાસત્યતા સમજવા ખાતર નહિ; પરંતુ મનુષ્ય જાતિના ઇતિહાસમાં કયા ધર્મને કયું સ્થાન છે અને કયા ધમે કેટલા ફાળા માનવસમાજના વિકાસક્રમમાં આપ્યા છે તે ખેાળી કાઢવા ખાતર હેાય છે. અને આ રીતે ઐતિહાસિક પ્રમાણના આધારે સ્થાપિત થયેલા કાઇ પણ વિચાર કે સિદ્ધાંતના વિદ્રગ આદર સાથે સ્વીકાર કરે છે અને તેને લગતી જો કેાઈ ભ્રાંતિ કે ભૂલ ચાલી આવતી હાય છે તેા તેનું તુરત સંશાધન કરે છે. પ્રાચીન કાળમાં જે સ્થાન ન્યાય કે તર્કપ્રમાણને પ્રાપ્ત હતું તે આજે ઇતિહાસ પ્રમાણને પ્રાપ્ત થયું છે એટલે પૂર્વકાળમાં જેમ તર્કશાસ્ત્રના પારગામી - પ્રભાવક પુરૂષ
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy