SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વિક સત્ય શું છે તે નિર્વિકાર મને ખોળી કાઢવા અને તેને સપ્રમાણ અને શાસ્ત્રીય પદ્ધતિએ જ પ્રકાશમાં મૂકવા પ્રયત્ન કરો. - પશ્ચિમના શેાધકે, તેમજ તદનુયાયી એતદેશીય શોધકે પણ જગતના જુના ધર્મો કે સંપ્રદાયને અભ્યાસ, ધર્માજિજ્ઞાસુઓની માફક આધ્યાત્મિક તત્ત્વના અનુશીલનની દષ્ટિએ નથી કરતા પરંતુ માત્ર ઐતિહાસિક તત્ત્વના અનુશીલનની દૃષ્ટિએ કરે છે. ઐતિહાસિક અનુશીલનમાં મુખ્યતયા પ્રત્યક્ષ અને બહુ તે પ્રત્યક્ષસંવાદી અનુમાન પ્રમાણને જ સ્થાન આપવામાં આવે છે. આગમ પ્રમાણુ કે આપ્તવચનની માન્યતાને તેમાં વિશિષ્ટ સ્થાન નથી. એથી ઉર્દુ આધ્યાત્મિક અનુશીલનામાં મુખ્યસ્થાન આગમ પ્રમાણુ કે આપ્તવચનની માન્યતાને જ મળતું હોય છે. તેથી આ બે અનુશીલનની પદ્ધતિ અને પ્રક્રિયામાં ઘણે મૌલિક તફાવત રહેલ છે એ સ્પષ્ટ સમજી શકાય તેમ છે. આ તફાવતને લીધે અમુક ધર્મ કે સંપ્રદાયને કે એક મૂળભૂત સિદ્ધાંત કે વિચાર, આપ્તવચનની માન્યતા પ્રમાણે સૌથી વધુ મહત્ત્વને હેઈ સ્વયંસિદ્ધ જેવો જણાવે કે મનાત હોય તેજ સિદ્ધાંત કે વિચાર આધુનિક ઈતિહાસ-વિજ્ઞાનની માન્યતા પ્રમાણે સર્વથા અસિદ્ધ કે અશ્રધેય ગણી શકાય છે. તેથી માત્ર આગમન્ટમાણસિદ્ધ કેટલાક વિચારને ઈતિહાસ-પ્રમાણની પદ્ધતિએ પરખી જોવાના કે માત્ર ઈતિહાસપ્રમાણસિદ્ધ કેટલાક વિચારોને આગમપ્રમાણની કસોટીએ કસી લેવાના પ્રયત્નમાં ભાગ્યેજ ઔચિત્ય રહેલું માની શકાય. જેટલે અંશે આગમ અને ઇતિહાસને સમન્વય કરી શકાતે હેય તેટલે અંશે તેમ કરવામાં સત્યનું વધુ સમર્થન થાય છે અને તેમ થવાથી સત્ય દર્શનની વધુ સમીપતામાં પહોંચાય છે. પરંતુ જ્યાં એ બેનો સમન્વય ન થઈ શકતે હોય ત્યાં જિજ્ઞાસુએ, એ બે પ્રમાણેની પિતતાની પદ્ધતિએજ આગળ ચાલવું અને પિતાની જિજ્ઞાસાવૃત્તિને જાગૃત રાખી તત્ત્વોનુસંધાન કર્યા કરવું અને છેવટે જ્યાં એ બેમાં મહંદુ-વિરોધ જણ હેય ત્યાં પણ કોઈપણ પ્રકારના આભિનિવેશિક આગ્રહને વશ ન થતાં તત્ત્વ તુ તિજખ્ય ” એ પૂર્વાર્ષિઓએ અનુસરેલી પ્રક્રિયાનું અનુસરણ કરી મધ્યસ્થ ભાવને ભજો. - જગતના સર્વ ધર્મોમાં આગમવચનને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને આગમવચન એજ ધર્મોને આત્મા- ગણી શકાય; પરંતુ આગમ
SR No.023017
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorHelmut G
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1931
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy