SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ તથા (૪) તીર્થમાં-જિનશાસનમાં છે તે કૃપા કરી કહો. મારો સંદેહ ટાલો. શિષ્યની આ શંકા ટાલવા માટે ગુરુ સૂત્રની સાક્ષી આપી શિષ્યનો સંદેહ છેદે છે. ગુરુ - ભો ! શિષ્ય ! તમે સાંભળો ! આ વાતનો નિર્ણય વ્યવહાર-સૂત્રના પહેલા ઉદ્દેશમાં પૃષ્ઠ ૩૧ ઉપર પાઠ છે તે લખીએ છીએ – “ભીખુ ય ગણાઓ” ઈત્યાદિ મૂળમાં જુઓ. અર્થ આ પ્રમાણે છે - જે સાધુ ગણ થકી નિકળી રાજા વગેરેના કારણે પરપાખંડીનો વેષ ધારણ કરીને વિચારે તેને આવું કોઈક કારણ હોવાથી છેદ અથવા પરિવાર પ્રાયશ્ચિત નથી. માત્ર એક આલોચના પ્રાયશ્ચિત આવે. સ્વલિંગની અપેક્ષા એ ગૃહસ્થનું લિંગ પણ પરલિંગ છે તે ઉપલક્ષણથી જાણવું. ષદર્શનમાં બ્રાહ્મણ સ્વગૃહસ્થ લિંગ છે. આ ત્રણે લિંગોમાં છેદોપસ્થાપનીય ચારિત્ર હોય. આ પંચમકાળમાં જે કોઈ ગૃહસ્થ પોતાની જાતે જ વેશ લઈને મુષ્ઠિત થઈને કહે છે કે અમે છેદોપસ્થાપનીય ચારિત્ર જાતે જ લીધું છે. અને શિષ્યોને આપીએ છીએ તે પુરુષ સૂત્ર-પ્રમાણ જોતા ઉસૂત્ર-ભાષી લાગે છે. આમાં સંદેહ નથી. મત-પક્ષ છોડીને જોશો તો બધું ય દેખાશે. આવી મોટી મહત્ત્વની વાતને કોઈ સમજે નહીં (તે ખરેખર આશ્ચર્ય છે.) આત્માર્થી પુરુષે આ વાતનો નિર્ણય કરવો જોઈએ. જ્યાં નિર્ણય છે ત્યાં જ્ઞાન-દર્શન-ચારિત્ર છે. જ્યાં જ્ઞાન-દર્શન-ચારિત્ર છે ત્યાં મોક્ષ છે. જ્યાં વસ્તુનો નિર્ણય નથી ત્યાં જ્ઞાન-દર્શન-ચારિત્ર નથી. જ્યાં જ્ઞાન-દર્શન-ચારિત્ર નથી ત્યાં મોક્ષ નથી. આવી ઘણી ચર્ચાઓ છે તે ક્યાં સુધી લખીએ ? બુદ્ધિમાન હશે તે થોડામાં પણ સમજી જશે. બુદ્ધિહીન તો ક્યારે પણ સમજે નહીં. તથા શ્રી કેશી ગણધરે શ્રી ગૌતમસ્વામીને પૂછવું – આ પ્રત્યક્ષ બે પ્રકારના લિંગ છે તે વિષે મને સંશય છે. આપને સંશય છે કે નહીં ? તે કૃપા કરી કહો માટે શ્રી કેશી અને ગૌતમ સ્વામી વચ્ચે ચર્ચા થઈ તે ઉત્તરાધ્યયનમાં જોઈ લેજો તે એક-એકનું નિરૂપણ કરે છે. શ્રી ગૌતમસ્વામીજીએ કહ્યું - કેશી લોકોમાં પ્રતીતિ ઉપજાવવા નિમિત્ત મુનિનું લિંગ વ્યવહારમાં મોક્ષનું સાધન છે. નિશ્ચયથી તો મોક્ષનું સાધન જ્ઞાનદર્શન-ચારિત્ર છે તે વાત સાચી છે. પરંતુ પોતાને ફાવે તેમ ભગવાનના વચનને ધારી લે આ તો જૈન શાસનનો વ્યવહાર નથી. જે પ્રમાણે તીર્થકર ગણધર ભગવંતોએ મુનિનો વેશ કહ્યો છે તે પ્રમાણે વેશ ધારવો જોઈએ, પરંતુ અન્યલિંગ ધારવાની મુનિને આજ્ઞા નથી. બુદ્ધિમાને વિચારવું જોઈએ અને શાસ્ત્રાનુસાર નિર્ણય કરવો જોઈએ. ૧૮ જ મોરપી વર્ષા
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy