SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ “સલિંગે ઈત્યાદિ ઉત્તરાધ્યયન ૩૬. ગાથા ૫૧. અત્રે સર્વે કર્મ ખપાવી સિદ્ધ થયા. સર્વ ગુણોથી યુક્ત થયા. તેરમા-ચૌદમા ગુણ સ્થાનકના સ્વામી થયા. નિશ્ચય નયના મતે ભાવથી આત્માઓ મુનિ થયા. પરંતુ શ્રી વીતરાગે વ્યવહારનયના મતે (૧) સ્વલિંગી, (૨) અન્યલિંગી અને (૩) ગૃહસ્થ લિંગી જેઓને જેવા લિંગો હતા તેવા કહ્યા. અત્રે ગુણોનું ગ્રહણ કરી વ્યવહારમાં અન્ય લિંગી અને ગૃહલિંગી કહ્યા છે, પરંતુ મુખ્યબંધોલિંગ અને મુખખુલ્લા લિંગ બન્ને લિંગ જુદા જુદા પ્રત્યક્ષ છે. આ બેમાં કયું સ્વલિંગ છે તથા કયું અન્યલિંગ છે ? આનો નિર્ણય કરવો જૈન ધર્મી માટે ઉચિત છે. નિર્ણય કરી સ્વલિંગ આચરવા યોગ્ય છે. અને અન્યલિંગ છોડવા યોગ્ય છે. નહીં છૂટે તો સ્વલિંગની સ્વલિંગ રૂપે અને અન્યલિંગ ને અન્યલિંગ રૂપે શ્રદ્ધા રાખે તો પણ દષ્ટિ સમ્યક રહે. મિથ્યાત્વ પ્રત્યય કર્મ બંધ ન થાય, એ પણ મોટો લાભ થાય. ભાવથી જૈનો થાય તથા અન્યલિંગ છોડે તે દ્રવ્યથી અને ભાવથી બન્ને રીતે જૈનો થાય. આ પ્રમાણે અનેક વિષયક શ્રદ્ધા હોય છે. આત્માર્થી જીવને આવો સંશય શા માટે ન થાય ? અવશ્ય થાય જ. તે આત્માર્થી જીવ વિચારે કે આમાં કોણ સાચો છે અને કોણ જૂઠો ? તેને સૂત્રમાં જઈને અને મતાગ્રહીયોને પૂછી નિર્ણય કરવો જોઈએ. નિર્ણય કરીને સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે ધારણા કરવી જોઈએ તે આ પ્રમાણે - પ્રત્યક્ષ મુખધંધાલિંગ અને મુખખુલ્લાલિંગ આ બે લિંગો છે. આમાં એક તો સ્વલિંગી છે તથા બીજે અન્યતીર્થી છે, અને બન્ને છેદોપસ્થાપનીય દીક્ષા આપે છે, તથા બન્ને પાસે દીક્ષા લે છે. તે દીક્ષા લેવાવાલાઓને આવો વિચાર નહીં આવતો હોય કે આમાં સ્વલિંગી કોણ છે અને અન્યલિંગી કોણ છે ? આ બન્નેમાંથી કોની પાસે છેદોપસ્થાપનીય ચારિત્ર છે અને કોની પાસે નથી ? તે ઉપર ચર્ચા લખીએ છીએ. ભગવતી સૂત્ર શતક ૨, ઉદ્દેશ ૬ઠ્ઠા નિગ્રંથીયમાં કહ્યું છે તથા ઉદ્દેશ ૭માં કહ્યું છે – સંયમના પ્રથમ દ્વારમાં કહે છે. છેદોપસ્થાપનીય ચારિત્ર સ્થિતકલ્પી સાધુમાં હોય છે તે સ્થિતકલ્પી સાધુ તે તીર્થકરોના વારામાં હોય છે. પહેલા અને છેલ્લા) તીર્થંકરના વારામાં હોયછે. સ્વયં બુદ્ધ તથા પ્રતેક બુદ્ધમાં છેદોપસ્થાપનીય ચારિત્ર નથી હોતું તો બીજા કોનામાં હોય ? ન જ હોય તે સાચું તથા આઠમા દ્વારમાં કહ્યું છે કે તે છેદોપસ્થાપનીય ચારિત્ર તીર્થમાં હોય, અતીર્થમાં ન હોય તથા નવમા દ્વારમાં કહ્યું છે કે દ્રવ્યલિંગને આશ્રયી ત્રણે લિંગોમાં મળે. | શિષ્ય- આ વાતમાં મને સંદેહ છે. તે સાધુ કોણ છે ? જેથી કરીને તે (૧) અન્યલિંગી છે, (૨) તે અન્યલિંગ અન્યતીર્થી રચિત નથી, (૩) ગૃહલિંગી છે. મોરપત્તી ચર્ચા છે ૧૭
SR No.023016
Book TitleMuhpatti Charcha
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay, Kulchandrasuri, Nipunchandravijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy