SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ (ખિલજી આવ્યો અન્ય કોઈ ઉપાય દ્વારા ભગવાન મહાવીરની મૂર્તિને ઉપાડી દીલ્હી લઈ ગયો. પંગોરીશંકરજાજી કહે છે સાચોરમાં એક પ્રાચીન મસ્જિદહેજેજૂનાજૈનમંદિરને તોડીને બનાવવામાં આવી છે તેમાંના પાષાણના ત્રણ સ્તંભો ઉપર ૪ શિલાલેખો કોતરેલા જોવાય છે. જેનો ભાવ એ છે કે સંવત ૧૨૯૮માં સંઘપતિ હરિચંદે આમંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો. આઉપરથી તેરમાં-ચૌદમાં સૈકામાં આ તીર્થની મહત્તા કેટલી હશે એ જાણી શકાય છે લોકમાં પ્રસિદ્ધ પામેલાએના મહિમાથીજવિધર્મીઓએ એના નાશ માટે પ્રયત્નો કર્યા હશે. રાજસ્થાનમાં આજે મહાવીરજીના નામે એક સ્વતંત્રતીર્થપ્રસિદ્ધ છે પરંતુ તે બહુ પ્રાચીન નથી એના પહેલા એક અન્ય સ્થાન મહાવીરજીના તીર્થરૂપે પ્રસિદ્ધ હતું. શતાબ્દિયો સુધી તેનું તીર્થમાં સ્મરણ કરતુ રહે, પરંતુ આજે સર્વથા ઉપેક્ષિત છે તે સ્થાન છે મારવાડનું એક ગામ સાચોર (સત્યપુર) આ પ્રમાણે પ્રસિદ્ધ વિધ્વાન અગરચંદજી નાહટા પોતાના સાચોર તીર્થના લેખમાં જણાવે છે. આજે પણ આ તીર્થ પ્રગતિના શિખરો સર કરવાના પ્રયત્નોમાં લાગી ગયું છે. એને પ્રત્યેક જૈન સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એ ગુજરાતની સરહદ અને રાજસ્થાનના જાલોર જીલ્લામાં આવેલા આ તીર્થને જીવનમાં એક વાર અવશ્ય જૂહારવા જેવું છે. - સિાચોરતી અને ગૌતમસ્વામી) ભગવાન મહાવીરસ્વામીના પ્રથમ ગણધર અને ચૌદ પૂર્વ ધારી લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજી જ્યારે અષ્ટાપદપર્વતની ઉપર ભગવાન ઋષભદેવના સુપુત્ર અને પહેલા ચક્રવર્તી રાજા ભરતદ્વારનિર્મિત સુવર્ણમંદિરમાં ચોવીશજિનેશ્વરભગવંતોનાદર્શન-વંદન કરવા પધાર્યાત્યારે જગચિન્તામણી ચૈત્યવંદન કરતા તેમણે જ્યઉવીર સચ્ચઉરિમંડણ સાચોર (સત્યપુર)ના મહાવીર સ્વામી ભગવાન જયવનંતા વર્તા દ્વારા પ્રાચીન અને ચમત્કારિક તીર્થ સાચોરના શ્રી મહાવીરસ્વામી ભગવાનની સ્તુતિ કરી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સમયમાં સાચોર જેનોનું મોટામાં મોટું તીર્થહતું અહીંના બાવન જિનાલયમાં મહાવીર પ્રભુની પીતલમય પ્રતિમા ચમત્કારિક હોવાનું પ્રમાણ છે. જગચિંતામણી (ચેત્યવંદન)સૂત્ર જયઉ સામિય, જયઉ સામિય, રિસહ સત્તેજિ; ઉન્જિતિ પહુ નેમિજિણ, જય વિર સચ્ચઉરિ-મંડણ, ભરૂઅચ્છહિં મુણીસુવ્રય, મુહરિવાસ દુહ-દુરિઅ-ખંડણ, અવર વિદેહિ તિસ્થયરા, ચિહું દિસિ વિદિસિ જિંકેવિ, તીઆણાગય સંપઈએ, વંદુ જિણ સલૅવિ ૩. અર્થ-શંત્રુજ્ય મહાતીર્થનામૂળનાયકદાદાશ્રી ઋષભદેવ ભગવાન,ગિરનારગિરિવરનામૂળનાયક શ્રીનેમીશ્વરભગવાન, સચોર (સત્યપુર) તીર્થના આભૂષણરૂપશ્રી મહાવીર સ્વામી ભગવાન,ભરૂચ નગરના મૂળનાયક ભગવાન શ્રી મુનિસુવ્રતસ્વામી અને પાપનાનાશ કરવાવાળામુહરિગામનાશ્રી પાર્શ્વનાથ પ્રભુ જ્યવંત વર્તો જ્યવંત વર્તો.
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy