SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - આ તીર્થને મળી હતી. ભીનમાલના ૧૨૭૬ ઇ. નાએકઅભિલેખથી માલુમ પડે છે કે ભગવાન મહાવીર સ્વયશ્રીમાલનગરમાં પધારેલા હતા. આબુરોડથી ૮ કિલોમીટર પશ્ચિમ તરફ મુનસ્થલથી મળેલા ૧૩૬૯ ઇસ્વીના શિલાલેખ પ્રમાણે ભગવાન મહાવીર સ્વયં અબુર્દ ભુમિ પધારેલા હતા પણ એની સત્યતાતો વિવાદાસ્પદજ છે લોકવાયકા પ્રમાણે ભીનમાલની પાસે આવેલ સાચોર તીર્થમાં પણ ૨૪માં તીર્થકર ચરમ તીર્થપતિ ભગવાન મહાવીર પધારેલા હતા. ભગવાનના ચરણરજથી આ ધરતી પાવન થયેલ છે ભગવાન મહાવીર સ્વામીની જીવિત અવસ્થામાં ભગવાન મહાવીરના મોટાભાઇ અને ક્ષત્રિયકુંડના રાજા નંદિવર્ધન જાતે આ તીર્થમાં આવીને મહાવીર સ્વામીના બિમ્બની ભવ્ય પ્રતિષ્ઠા કરાવી હતી. ભગવાનની જીવિત અવસ્થામાં પણ એમની પ્રતિમાઓની પ્રતિષ્ઠા થતી હતી જેની સાક્ષી રૂપ આ સાચોર તીર્થ છે. ભગવાનની જીવિત અવસ્થામાં આ તીર્થની જહોજલાલી કેવી હશે એનો સહજ ખ્યાલ આવી જાય છે. શ્રી ગૌતમસ્વામીજી ગણધરે અષ્ટાપદ મહાતીર્થ ઉપર ૨૪જિનેશ્વરોને જગચિન્તામણી ચૈત્યવંદન કરીને સાથે જ સાચોર તીર્થના ભગવાન મહાવીરોનોજ્યવંત થવાનો જ્યધોષ કર્યો હતો. આ તીર્થઅત્યન્ત પ્રાચીન અને પવિત્ર છે. દરેક જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુ-સાધ્વી શ્રાવકશ્રાવિકપોતાના પ્રાતઃકાલના પ્રતિક્રમણ (રાઈ-પ્રતિક્રમણ) કરતી વખતે જય વીર સચ્ચ ઉરી મંડણના જ્યઘોષથી આ તીર્થને વંદન કરે છે. આચાર્યજક્તિગસુરીવિક્રમની ત્રીજી શતાબ્દીના મહાનપ્રભાવકજૈનાચાર્યથઇ ગયાજેની અધ્યક્ષતામાં વીર સંવત ૬૭૦માં મહાવીર પ્રભુની પીતલમયી પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ અને આ સમયે સાચોર તીર્થની જાહોજલાલી ખુબ વધી ગઈ હતી. જૈનમહાકવિધનપાલે સાચોરના મહાવીર સ્વામી ભગવાનો ઉત્સાહપ્રબન્ધ ૧૦૭૦માં (સત્યપુરીય મંડન મહાવીરોત્સાહ) બનાવ્યો છે. ધનપાલે રાજા ભોજની સભાનો ત્યાગ કરીને પોતાનું જીવન સાચોર તીર્થમાં વિતાવ્યું. સાચોર તીર્થ જેવી પ્રતિમા ધનપાલ કવિને કયાંય જોવામાં આવી નથી. મહાવીરની પ્રતિમાના કેટલાક ચમત્કાર બ્રહ્મશાંતિ યક્ષે બતાવ્યા છે. આ નગરના ગગનચુમ્બી ભવ્ય મહલ, સાત સાત માળાવાળા મકાનો અને શ્રેષ્ઠીગણોના આવાસ ગૃહખુબજ મોહક લાગતા હતા. ૧૨૧૨ માઈલનાવિસ્તારમાં આ નગરી વસેલી હતી આ તીર્થની ભવ્યતાને કારણે વસ્તુપાલતેજપાલે સંવત ૧૨૮૮ મે ગિરનાર અને શંત્રુજ્ય મહાતીર્થ ઉપર શ્રી સત્યપુરાવતાર નામના દેહરાસરોની સ્થાપના ૧૬૪૯ના શ્રાવણ સુદ ૧૩ની સાંજે કાશ્મીરમાં અકબરની સભામાં રાજાનો દદતે સૌરવ્યમ આ ચરણના આઠ લાખથી પણ વધારે અર્થ કરવાવાલા અને કેટલીય સજ્જાઓના કર્તા મહામહોપાધ્યાય શ્રી સમયસુંદરજીનો જન્મ સંવત ૧૬૧૦ અથવા ૧૬૨૦માં આજ સાચોરની પવિત્ર ભૂમિ પર થયો હતો. સંવત ૧૬૧૫ચત્રસુદીદને રવિવારેશ્રીઅન્તરિક્ષ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવાવાળા મહામહોપાધ્યાય શ્રી ભાવવિજ્યજીનું જન્મસ્થાન આજ સાચોર ગામ છે. જેનો રચેલો સ્તોત્ર શ્રી અન્તરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના ઇતિહાસમાં અત્યન્ત મહત્વનું સ્થાન ધરાવે છે. વિવિધતીર્થકલ્પના કર્તાશ્રી જિનપ્રભસૂરિ સત્યપુર તીર્થકલ્પમાં શ્રી સાચોર તીર્થની ઉત્પતિ, મહિમા અને તીર્થ ઉપર થયેલા આક્રમણોનું વિશદ વર્ણન આપે છે પણ છેવટે ૧૩૬૯માં સ્વયં અલાઉદીન -
SR No.023015
Book TitleKanak Jain Vividh Sangraha
Original Sutra AuthorN/A
AuthorHariprabhvijay
PublisherKanakkirti Harigranth Mala
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy