SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ, બહેન રંજનબાળાની આછી જીવન ઝરમર ધર્મબીજ ” જેમની પુણ્ય સ્મૃતિથી અંકિત કરવામાં આવ્યું છે, તે બહેન રંજનબાળા રમણલાલ ઝવેરીની આછી જીવન ઝરમર અહિં આપવામાં આવી છે. અમદાવાદમાં ઝવેરીવાડ (ખરતરની ખડકી) ના રહીશ શ્રીયુત રમણલાલ મણીલાલ ઝવેરી જેઓ અરવિંદ મીલના બાહોશ સેલ્સમેન તરીકે સુપ્રસિદ્ધ છે અને જૈન ધર્મના અડગ શ્રદ્ધાવાન શ્રમણોપાસક શ્રાવક તરીકે જીવન સૌરભ ધરાવે છે, તેમને ત્યાં વિ. સંવત ૧૯૯૨માં આ પુણ્યવતી બાળાને જન્મ થયેલ. જૈન કુળના ઉત્તમ સંસ્કારમાં ઉછરેલી બહેન રંજનબાળાએ ધાર્મિક અભ્યાસની સાથે વ્યાવહારિક શિક્ષણ પણ ઉચ્ચ કક્ષાએ પ્રાપ્ત કર્યું હતું. તેણીએ બી. એ. સીનીયરની કૅલરશીપ મેળવી હતી. અભ્યાસમાં ખૂબ એકાગ્રતા અને તીવ્ર બુદ્ધિમત્તા તરી આવતી હતી. ફિલોસેફી અને સાઈકોલોજીના વિષયો લઈ તેઓ ગ્રેજ્યુએટ થયા હતા. જન્મથી જ જેમનામાં વિનય, નમ્રતા, ઉદારતા અને વિવેક જેવા સણો વિકાસ પામી રહ્યા હતા, તેવા એક આશાસ્પદ અને જૈન બાળાઓને આદષત બહેન, માત્ર એકવીસ વર્ષની ભર તારુણ્યાવસ્થામાં કેન્સર જેવા જીવલેણુ વ્યાધિના પાશમાં ઝડપાઈ ગયા અને તા. ૧૪-૮-પ૭ ના રોજ શ્રી નવકાર મહામંત્રનું એકાગ્રતાથી ધ્યાન કરતાં કરતાં કાળધર્મને પામ્યા. આ સંસાર કે અસાર છે ? ગમે તેટલી આશાઓ અને અભિલાષાઓથી માત્ર ભૌતિક આબાદીઓ મેળવવા મથનારને આ બહેનનું જીવન એક ચીમકી રૂ૫ બની જાય છે. આત્માની અમરતાને જાણનાર વિવેકી આત્માઓ, ધર્મના સ્વરૂપને સમજીને “ધર્મબીજ' ના બળે આ જીવન અને આગામી જીવનના પાથેયરૂપ મૈિથ્યાદિ ભાવનાઓની એકાંત હિતકરતાને સમજી, પિતાના જીવનને ભાવનામય બનાવે, એ જ અંતરની “ભાવના'. – સૌભદ્રય.
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy