SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ - મિથ્યાદિ ભાવવાઓ રૂપ અમૃતકુંડમાં જીવ-હંસ સતત રમે એ વિચાર મારા મનમાં પાંચેક વરસથી રહ્યા કરતા હતા, પણ તદનુકુલ ચિંતનના અભાવે તે વિચાર કેવળ વિચારરૂપે જ રહી જતો હતે. ગયા ૫-૬ મહિનામાં ભાવનાઓના વિષયમાં થોડું થોડું લખવાનું ચાલુ કર્યું. લખવાને આશય એટલો જ હતો કે તેવા લેખનના નિમિત્તે ચિંતન વધે અને તે ચિંતન ભાવનાઓને આત્મસાત્ બનાવવામાં સહકારી બને. એ લેખન વખતે પણ જે યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મકલ્પદ્રુમ, શાંતસુધારસ, પાતંજલ યોગસૂત્ર, વગેરે ગ્રન્થ સામે ન હેત તે લખવાનું કાર્ય આગળ વધત જ નહિ. કેવળ પિતાના આત્મા માટે લખેલું આ લખાણ જયારે કેટલાક મુમુક્ષુઓના હાથમાં આવ્યું ત્યારે તેમને એમ લાગ્યું કે આ વસ્તુ બહાર મૂકાય તે ઘણાંને ઉપયોગી થાય. તે મુમુક્ષુ એની પ્રેરણાથી આ લખાણ પ્રગટ થઈ રહ્યું છે. “ઉપોદઘાત” અને પવિત્રતાનો સંદેશ આ ગ્રંથની ઉપયોગિતામાં ખૂબ જ વૃદ્ધિ કરશે, એવી આશા છે. પ્રાથમિક વાંચકની સરલતાની ખાતર, ટિપ્પણીઓમાં કેટલાક પારિભાષિક શબ્દોને ભાવ માત્ર વ્યક્ત કર્યો છે, તે તે શબ્દની તે શાસ્ત્રોક્ત વ્યાખ્યાઓ નથી. અતિપવિત્ર એવી આ ગુર્જરગિરાને મારે અભ્યાસ લગભગ નહિવત્ છે, તેથી ભાષાની દૃષ્ટિએ આ લેખમાં સૌંદર્ય ન હોય, એ સ્વાભાવિક છે: આ ગ્રંથને ભાષાની દૃષ્ટિએ ન જતાં તેમાં આવતા સાત્ત્વિક વિચારે તરફ જ લક્ષ્ય આપવા મુમુક્ષુએને ખાસ ભલામણ છે. પુરુષ–હ સે આ પુસ્તિકા– ૨૫ પાત્રમાંથી શ્રીરના અંશનો આસ્વાદ લેશે અને નીરના અંશને તજી દેશે, એ આશાએ વિરમું છું. રાજનગર, જ્યેષ્ઠ કલા ત્રયોદશી, –અનાહત ૨૦૧૪.
SR No.023004
Book TitleDharmbij
Original Sutra AuthorN/A
AuthorAnahat
PublisherHiralal Maniklal Shah
Publication Year1958
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy