SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩ ] રાત્રિ ભોજન જતી હોવાથી રાત્રિભોજન ન કરવું. યોગ ૩/૬૦. જે ભોજનમાં જીવોનો મોટો સંહાર છે તેવું રાત્રિભોજન કરનાર મૂઢ જીવોને રાક્ષસોથી જુદા કઈ રીતે પાડી શકાય ? (અર્થાત્ રાત્રિભોજન એ રાક્ષસોનું ભોજન છે. જે માણસ રાત્રિભોજન કરે છે તેને નરરાક્ષસ કહેવો રહ્યો !) યોગશાસ્ત્ર ૩/૬૧. દિવસ વિધમાન હોવા છતાં જેઓ કલ્યાણની ઇચ્છાથી રાત્રે ભોજન કરે છે. તેઓ પાણીના તળાવ (રસાળ ભૂમિ) ને છોડી ઉખર ભૂમિમાં ડાંગર વાવવા જેવું (અર્થાત્ મૂર્ખાઈ ભર્યું કામ) કરે છે. – યોગશાસ્ત્ર ૩/૬૬. જે ભવ્યાત્મા હંમેશ માટે રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે ખરેખર ધન્ય છે. રાત્રિભોજનના ત્યાગીને અડધી જિંદગીના ઉપવાસનું ફળ મળે છે. યોગ ૩/૬૯. રાત્રિભોજન... જૈનેતર ગ્રંથોના આધારે..... રાત્રિભોજન એટલે નરકનો નેશનલ હાઈવે નં. ૧ – પદ્મપુરાણ—પ્રભાસખંડ. સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું એ લોહી પીવા બરાબર અને ભોજન કરવું એ માંસ ખાવા બરાબર છે એમ માર્કંડેયઋષિ જણાવે છે. હે યુધિષ્ઠર ! ખાસ કરીને તપસ્વીઓએ તથા વિવેકી ગૃહસ્થોએ રાત્રે પાણી પણ ન પીવું જોઈએ. (જો પાણીનો નિષેધ હોય તો ભોજનનો નિષેધ તો વિશેષ હોય જ !) હે સૂર્ય ! તારાથી આ સઘળું જગત વ્યાપ્ત છે, અને ત્રણે જગતને તું ધ્યાન કરવા યોગ્ય છે. માટે હે દેવ ! તારા અસ્ત થયા પછી લોહી બરાબર ગણાય છે ! (અર્થાત્ રાત્રે પાણી પણ વાપરવું નહિ એવું સ્પષ્ટ થઈ જાય છે.) યોગવાશિષ્ઠ પૂર્વાર્ઘ શ્લો. ૧૦૮.
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy