SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪ ] ગૃહસ્થ ધર્મ બને ત્યાં સુધી આ પ્રતિક્રમણ, ધર્મ કરવાના સ્થાનરૂપ ઉપાશ્રય પૌષધશાળા કે તેવાં જ નિવૃત્તિવાળાં અથવા શુદ્ધ પવિત્ર વાતાવરણવાળાં ધર્મસ્થાનમાં જઈને જ કરવી યોગ્ય છે. તેવી સગવડતાના અભાવે પોતાના ઘરના ભાગમાં જે પવિત્ર ભાગ હોય તે સ્થળે બેસી કરવું. પ્રતિક્રમણ કર્યા પછી પવિત્ર પુરુષોને સંભારવા. ગુણવાનું મહાપુરુષોનાં જીવન ચરિત્રો તેમની ઉત્તમોત્તમ જીવનચર્યા, તેમના અલૌકિક આત્મગુણો, તેમનાં મહાનું પવિત્ર બ્રહ્મચર્યાદિ વ્રતો, ઘોર તપશ્ચર્યા, ભીષ્મ ધ્યાન સ્થિતિ, મહાનું પરોપકારી કાર્યો, જીવના આરિસારૂપ, હિતોપદેશ વગેરે ઊંચામાં ઊંચી કોટીના જે જે સગુણો હોય તેનું સ્મરણ કરવું, યાદ કરવાં, અનુમોદન કરવાં, અને શક્તિ અનુસાર અનુકરણ કરવા માટે પ્રયત્ન કરવો. જેટલા તમે ઊંચા गुयोने थाट इरशो तेटला १ तमे Gfया आवशो. ने આલંબન લેશો તેવા જ તમે થશો. તત્કાળ તેવા થઈ નહિ શકો, તોપણ મનોભાવના થોડા વખત માટે પણ તત્કાળ તો ઉન્નત થશે જ. અને તેટલા જ તમે પવિત્ર બનશો નિર્મળ થશો. (દેવદર્શન વિધિ) ત્યાર પછી દેરાસર જવું. ત્યાં જતાં રસ્તામાં સારા વિચારો કે પરમાત્માનું સ્મરણ કરતા જવું. એક વાર મંદિર જવાનો નિશ્ચય કર્યો કે રસ્તામાં બનતાં સુધી વ્યાવહારિક પ્રસંગે રોકાવું નહિ, કેમ કે તેથી આ દર્શનના કામને તે કામથી હલકું અગર થોડું ઉપયોગી ગણવામાં આવ્યું હોય તેવું રૂપક અપાય છે, દેરાસરનાં મુખ્ય દરવાજામાં આવતાં જ સહેજ ઊભા રહી, ત્રણ વાર નિશ્લિહિ શબ્દ કહેવો અને તેના અર્થનો અમલ તત્કાળ કરવો. બેનિસિહિ' નો અર્થ એ થાય છે કે હું
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy