________________
[ ૧૫૬ ]
ગૃહસ્થ ધર્મ
૨૭. તપસ્વી, કવિ, વૈદ્ય, મર્મને જાણનાર, રસોઈયો, મંત્રવાદી અને પોતાના પૂજ્ય વર્ગને કદી વિદ્વાનોએ કોપિત કરવા નહિ. ૨૮. તપસ્વીનું હૃદય દુઃખાવવાથી તેના નિઃસાસા ઊંડા શ્રાપ તુલ્ય ફળે છે.
૨૯. કવિનું મન દુઃખાવવાથી તે આખા દેશમાં ફજેત કરે છે અને તેને લઈ ચાલુ વ્યવહારને મોટો ધક્કો પહોંચે છે.
૩૦. વૈદ્યને કોપ ઉત્પન્ન થાય તેવું તેના તરફ વર્તન કરવાથી ખરી વખતે ઉપયોગી દવા ન આપે અથવા વિપરીત દવા આપે તો તેથી મરણ સુધીનો ભય ઉત્પન્ન થાય છે.
૩૧. મર્મને જાણનાર માણસ આપણા પર ગુસ્સે થયેલ હોવાથી આપણી વિરુદ્ધતાવાળા માણસો આગળ આપણા મર્મછિદ્રો ગુપ્ત રહસ્યો અને સંકેતો પ્રગટ કરી આપે તો તેથી દેહાંત દંડ સુધીનો ભય ઉત્પન્ન થાય છે અથવા આબરૂને ધક્કો પહોંચે છે.
૩૨. રસોઇયાને કોપ ઉત્પન્ન થાય તેવું તેના તરફ વર્તન કરવાથી તે કોઈ વિરોધી સાથે મળી જાય, અથવા કોઈ વિરોધી તેને ઉશ્કેરે તો તેની શિખવણીથી ભોજનમાં ઝેર આદિ આપે, અથવા રસોઈયાની વિરુદ્ધતાનો લાભ લઈ તે રસોઇયા દ્વારા ભોજનમાં કોઈ પણ જાતના ઝેરી પદાર્થનો ભેળ કરાવવાનો તેના શત્રુઓ લાભ લે અને તેથી મરણાંત કષ્ટ થવાનો સંભવ છે.
૩૩. મંત્રવાદીને પણ કોપ ઉત્પન્ન થાય તેવી રીતે તેના તરફ વર્તન કરવાથી તે પણ પોતાની શક્તિનો ઉપયોગ સામાનું બુરું કરવા માટે કરે અને ભાવિ પરિણામ દુઃખરૂપ આવે.
૩૪. પોતાના પૂજ્ય વર્ગના એટલે માતા, પિતા, ગુરુ અને વૃદ્ધ