SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૪J___–––– ગૃહસ્થ ધર્મ આત્મ સ્થિરતાનું શિક્ષણ વારંવાર જેમાં અથવા જેનાથી મળે છે તે શિક્ષાવ્રત કહેવાય છે. સામાયિકનો વખત ઓછામાં ઓછો બે ઘડી-અડતાલીશ મિનિટ સુધીનો છે તેટલા વખતમાં મનથી વચનથી અને શરીરથી પાપવાળું સદોષ આચરણ, વચન અને વિચાર તે કરવા, કરાવવા અને કરનારને સંમતિ આપવાનું બંધ કરવામાં આવે છે. સમ-આય-ક-સમપરિણામે રાગદ્વેષની ગૌણતાવાળી સ્થિતિમાં રહીને જ્ઞાનાદિકનો લાભ થાય અથવા કર્મનું નિર્જરણ થાય તે સામાયિક અર્થ છે. કોઈ પણ પ્રકારની ગડબડ કે ધાંધલ વિનાના નિરાકૂળ; શાંત અને સ્વચ્છ સ્થળે સામાયિક કરવા બેસવું. ઘણે ભાગે ગુરુની સમીપે, નિવૃત્તિવાળા ઉપાશ્રયમાં કે ડાંસ મચ્છર વિનાના, હવા અને અજવાળા તથા એકાંતવાળા પોતાના ઘરના એક ભાગમાં અથવા જ્યાં વિશેષ શાંતિ મળે તેવા સ્થળે સામાયિક કરવી. સામાયિકમાં ઘણે ભાગે બોલવાનું બંધ કરવું. બે ઘડી જેટલા ટૂંક વખતમાં તો ધર્મ ધ્યાનમાં જ મગ્ન રહેવું પરિણામની વિશુદ્ધિ અને ઉપયોગની જાગૃતિ બહુ જ રાખવી. ગૃહ સંબંધી કે વ્યવહાર સંબંધી કોઈ પણ વિચારો મનમાં લાવવા નહિ. કેવળ ધર્મ ધ્યાનમાં સ્વાધ્યાયમાં કે ધર્મશ્રવણમાં તેટલો કાળ વ્યતિત કરવો જો એકાગ્રતા સાથે નિરંજન પરમાત્માનું ધ્યાન કરવામાં આવે. મનને તે સ્વરૂપમાં લીન કરી દેવામાં આવે તો તે ઉત્તમોત્તમ સામાયિક છે, આવી સ્થિતિ માટે પ્રયત્ન કરવો. મનની ચંચળતાથી તેમાં સ્થિરતા ન થાય. વિક્ષેપ આવે, તો પછી એકાગ્રચિત્તે જાપપરમેષ્ઠિ મંત્રનું સ્મરણ કરવું. અથવા ગુર્વાદિ સમીપે કર્મ બંધનથી છૂટવાના ઉપાયો સંબંધી ધર્મ કથા સાંભળવી, અથવા મહાન પુરુષોનાં જીવન ચરિત્રો સંભારવા કે
SR No.023001
Book TitleGruhastha Dharm
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykeshar Chandrasuri Foundation Girivihar Trust
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy