SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ - સાધુની દિનચર્યા રાત્રિને છેલ્લો પ્રહાર શરૂ થતાં નિદ્રા છેડી પંચ–પરમેષ્ટિસ્મરણ, આત્મનિરીક્ષણ તથા ગુરુ-ચરણે નમસ્કાર કરો, પછી કુસ્વપ્ન-શુદ્ધિને કાયોત્સર્ગ કરવાપૂર્વક ચૈત્યવંદન અને સજઝાય કરી સ્વાધ્યાય-ધ્યાન કરવું. તે પછી પ્રતિક્રમણ કરી વસ્ત્ર-રજોહરણાદિની પ્રતિલેખના કરવી, એટલે સૂર્યોદય થાય પછી સૂત્રપેરિસમાં સૂવાધ્યયન કરી છ ઘડી દિન-ચઢયે પાત્ર પ્રતિલેખના કરવી. પછી દહેરે દર્શન–ચત્યવંદન કરી અર્થ-પરિસીમાં સૂત્રાથનું અધ્યયન કરવું. ગામમાં ભિક્ષાના અવસરે ગોચરી (ગાય કેઈને કિલામણું ન પહોંચાડતી ચરે એ રીતની ભિક્ષા) લેવા માટે જવું. એમાં ૪૨ દોષ ત્યજી અનેક ફરતા-ફરતા ઘરોમાંથી ભિક્ષા લાવી ગુરુને દેખાડતાં ગોચરી લીધાની વિગત રજુ કરવી. પછી પચ્ચક્ખાણ પારી સઝાય-ધ્યાન કરી આચાર્ય બાલ-લાન-તપસ્વી-મહેમાન વગેરેની ભક્તિ કરી રાગદ્વેષાદિરૂપ માંડલીના પાંચ દેષ ટાળીને આહાર વાપરો. પછી ગામ બહાર થંડિલ (નિજીવ એકાંત-ભૂમિએ) શૌચાર્ય જઈ આવી ત્રીજા–પહારના અંતે વસ્ત્ર–પાત્રાદિને વ્યવસ્થિત મૂકવા. પછી ચોથા પહેરે સ્વાધ્યાય કરી વસ્ત્ર–પાત્રાદિની પ્રતિલેખન, ગુરુવંદન, પચ્ચકખાણ કરીને રાત્રિના લઘુશંકાદિ અર્થે જવું પડે, તેની જગ્યા જોઈ પ્રતિક્રમણ કરવું. '
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy