SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ સુખમય-જ્ઞાનમય સ્વરૂપને જ્યારે પ્રગટ કરું? આ જ એક ઝંખના-ભાવના તેના પ્રતિ પ્રદેશ ગૂંજી ઊઠે છે. સંસારથી મુક્ત થવાની અને સ્વસ્વરૂપ પ્રગટાવવાની આ તીવ્ર અભિલાષા, તેનું જ નામ “સંવેગ” છે. અંતરના આંગણે આ શ્રદ્ધા અને સંવેગરસનું ઝરણું અવિરત વહેતું રહે, એ માટે જ્ઞાનીભગવંતેએ બતાવેલા જુદા જુદા દૃષ્ટિકોણથી સંસારના યથાર્થ સ્વરૂપને વિચાર કરવો જરૂરી છે. તે ટૂંકમાં આ રીતે થઈ શકે છે. (૧) સંસાર દુઃખમય છે-ચતુર્ગતિમય સંસારમાં સર્વત્ર દુઃખ છે. જન્મ-જરા-મરણના તથા આધિવ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપ જીવને સર્વત્ર ભેગવવા પડે છે. સંસારમાં એવું કેઈ સ્થાન નથી, કે જ્યાં જન્માદિનાં એ અસહ્ય દુખે ન હોય? ૦ સુખી મનાતી દેવાની દુનિયામાં પણ ચ્યવન વગેરેનાં વિવિધ દુઃખે ઉપરાંત તીવ્ર લાભને વશ ઈર્ષ્યા, અદેખાઈ, અપમાન, પરાભવ અને પરાધીનતાદિ પારાવાર દુઃખે રહેલાં છે. ૦ નારકીના જીવનમાં તે વિવિધ વેદનાઓ, ત્રાસ, રીબામણ, વગેરે દુઃખ સિવાય બીજું કશું જ નથી, એમ સર્વ આસ્તિક દર્શનકારો કહે જ છે. ૦ તિયાની વિશાળ દુનિયામાં પણ ભૂખ, તરસ, વધ, બંધન, પરસ્પર સજાતીયવિજાતીય વૈર,
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy