________________
યોગ્ય છે તથા જૈનધર્મ ઉપર માંસાહારનું જે કલંક ચડાવવામાં આવે છે તે કલંક ઉતારવાનો પ્રયાસ આ લેખમાં પૂરેપૂર સફલતા પૂર્વક કરવામાં આવેલ છે.” લેખ કાળજી પૂર્વક સાંભળવા બદલ તથા તેને અંગે કેટલીક મહત્ત્વની સૂચનાઓ કરવા બદલ તેઓશ્રીનો આભાર માનવામાં આવે છે..
મારા આ પ્રયાસનું મુખ્ય સાધન તે સ્વ. ડૉકટર સાહેબ નરસિંહભાઈ ત્રિકમજી મહેતા એલ. એમ. એન્ડ એસ. ની ને અને ટિપ્પણો છે. તેમણે પણ આ દિશામાં ઘણી મહેનત કરી કેટલુંક ટિપ્પણ કરેલ હતું પરંતુ તેમની પ્રકૃતિ અનુસાર તે તેમણે પોતાની નેંધપોથીમાં લખી રાખેલ, પ્રસિદ્ધ કરેલ નહિ. આ લેખમાં તેમની સેંધનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે આ લેખથી જૈનધર્મની કંઈ પણ અંશે સેવા થશે તે તેને યશ તેમને ઘટે છે. તથા જે વાત તેમને અત્યંત પ્રિય હતી તે આમ પ્રસિદ્ધિમાં આવે છે અને તેમાં હું નિમિત્તરૂપ થાઉં છું તે મને અત્યંત આનંદ અને સંતોષ ઉપજાવનારૂં છે.
સ્વ. ડૉકટર સાહેબના સુપુત્ર ડૉકટર કેશવલાલભાઈએ તેમના પિતાશ્રીન સાહિત્યને તથા તેમની નેંધ તથા ટિપણને મને છૂટથી ઉપયોગ કરવા આપ્યો તથા આ લેખના પ્રચારમાં પણ જે સહાયતા આપી તે બદલ તેમને આભાર માનવામાં આવે છે.
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ, પ્રખર વિદ્વાન શ્રીમાન સંબકલાલ નંદકેશ્વર દવે એમ. એ; બી. ટી; પી, એચ. ડી. (લંડન) એ એ શ્રી પતે જૈન ન હોવા છતાં પિતાના અમૂલ્ય વખતને ભેગ આપી આખું પુસ્તક ધ્યાનપૂર્વક વાંચી વિચારી જે વિદ્વત્તાભરેલ ઉપઘાત લખી આપી જૈનધર્મની જે અમૂલ્ય સેવા બજાવી છે તે બદલ તેઓશ્રીને અંતરના અભિનંદન તથા આભાર.