________________
જનાશન અને માંસાહાર. આ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે.
હે ભિક્ષ કે શિક્ષણ વળી એટલું પણ જાણજે કે જે સ્થળે માંસ અને માછલાં તળાતાં હોય તે જોઈને અને પરિણું માટે તેલમાં પુરી તળતી હોય તે જોઈને તેવા સ્થળે મુનિએ ઉતાવળા ઉતાવળા જઈને યાચના કરવી નહિ, પરંતુ કે ગ્લાન એટલે બીમાર મુનિ માટે (તેવા સ્થળે જવાની જરૂર હોય તો જઇને યાચના કરવાને) આગાર. (૬૧૯)
હવે આપણે અહિયાં શાસ્ત્રકારને આ સૂત્રમાં કહેવાનો આશય શો છે તે તપાસીએ.
પહેલાં તે આ સૂત્ર નિષેધાત્મક છે પણ વિધાનાત્મક નથી એ વાત ધ્યાનમાં રાખી આ સૂત્રનો વિચાર કરવો જોઈએ.
જે સ્થળે માંસ અને માછલાં તળાતાં હોય અગર તો પરેણા માટે તેલમાં પૂરીઓ તળાતી હોય તેવા સ્થળે મુનિએ ઉતાવળા ઉતાવળા જઈને યાચના કરવી નહિ એમ શાસ્ત્રકાર ફરમાવે છે, પરંતુ કારણવશાત કોઈ બિમાર મુનિને માટે પુરીઓની જરૂર હોય અને તેવી પુરીઓ જે ઘેર માંસ અને ભાછલાં તળાતાં હોય ત્યાંજ મળી શકે તેમ હોય તે પ્રસંગે તે સ્થળે મુનિએ કેમ જવું અને કેમ યાચના કરવી તે દેખાડવા પૂરતે આમાં ઉલ્લેખ છે. બીમાર મુનિ માટે લાવવાની હોવાથી મુનિ ઉતાવળો ઉતાવળો જાય અને યાચના કરે તે સ્વાભાવિક છે, પણ તેમ કરવાથી દાતારના કે જનતાના મન ઉપર મુનિ માટે લોલુપીપણાની કે ખાવાના ગૃદ્ધિપણાની છાપ પડે અને તે છાપ મુનિને માટે ઉચિત નહિ એમ સમજીનેજ શાસ્ત્રકારનું આ ફરમાન છે કે હે મુનિ !