________________
જૈનદર્શન અને માંસાહાર,
૩૧ ધર્મને શ્રમણે તથા આસ પુરુષો માંસ ખાનાર હોય તે સંભવીજ કેમ શકે ?
ઉપર જણાવેલ શાસ્ત્રના પ્રમાણેથી સિદ્ધ થાય છે કે, જેનાગોમાં માંસાહારનો નિષેધ કરેલ છે. અને તે વાત જૈનધર્મના મૂળભૂત અહિંસાના સિદ્ધાંતને મળતી તથા સુસંગત છે.
- હવે આપણે આ ચર્ચાના અનુસંધાનમાંજ આચારાંગ સૂત્રના ૬૧૯ મા સૂત્રની ચર્ચા કરીએ. તેમાં વિવાદ વાળો પાઠ નીચે પ્રમાણે છે.
__ से भिक्खू वा (२) जाव समाणे सेनं पुण जाणेज्जा मंसं वा मच्छं वा भजिज्झमाणं पेहाए तेल्लपूययं वा आएसाए उवक्खडिजमाणं पेहाए को खद्धं खद्धं उवसंकमित्तु ओभासेन्जा णन्नत्थ गिलाणणीसाए । (६१९)
આ સૂત્રમાં મુખ્યત્વે બે શબ્દોના અર્થ કરવાની ખાસ જરૂર છે તે કરી પછી આપણે આ સૂત્રનો અર્થ કરી તેના આશયની ચર્ચા કરીએ. માર (+ મા૫) = યાચના કરવી, માગવું.
(પાઈ–સદ્-મહeણ પા. ૨૫૦) સ્થ = ૧ આટલું વિશેષ. ૨ આ નહિ કે તે નહિ પણ એટલું
(1) So much in particular. 2 Not this or that but this much.
(અર્ધમાગધી કોષ ભા. ૨ જે પા. ૬૧૦.)