________________
જૈન દર્શન અને માંસાહાર,
(2) Soft pulpy substance of fruit. ફળનો
નરમ ભાગ, ગર. (3) That part of a root, fruit &c. which
is fit to be eaten. કંદ, ફળ વગેરેમાં જે ભાગ ખાઈ શકાય છે તે ભાગ. ( English Dictionary by J. Ogilvie.
- L.L.D. page 292 ) અંગ્રેજી વનસ્પતિ શાસ્ત્રમાં.
ફળના નરમ ભાગ-ગરને The fleshy part of a fruit એમ કહેલ છે. વૈદ્યક શાસ્ત્રમાં.
વૈદ્યક શાસ્ત્રના પ્રમાણરૂપ ગણાતા “ભાવ પ્રકાશમાં આ બાબતને લગતો નીચે પ્રમાણે સ્પષ્ટ ઉલ્લેખ છે. “જેમ ગર્ભમાં અસ્થિ, માંસ વગેરે હોય છે, તેમ વનસ્પતિના ફળમાં પણ અસ્થિ, માંસ વગેરે હોય છે. જેમ આંબાના નાના ફળમાં માંસ, ઠળીયે, મજજા, છાલ, કેસર, અંકુર અને બીટીયું એકી વખતે ઉત્પન્ન થાય છે પણ ઝીણામાં ઝીણું હેવાને લીધે દેખાતાં નથી પણ જ્યારે પુષ્ટ થાય છે ત્યારે સ્કુટ દેખાય છે તેમ મનુષ્યના ગર્ભમાં સર્વ અવયવો એક વખતે ઉત્પન્ન થાય છે, પણ ઝીણામાં ઝીણું હેવાને લીધે દેખાતા નથી જ્યારે મેટા થાય છે ત્યારે જ દેખાય છે.”
(ભાવ પ્રકાશ ભાષાંતર પ્રથમ ખંડ પા. ૧૫૦)