SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ લાગતું નથી એવા સુકૃતી કવિએ જયવંત છે “નરિત ચરકારે કમરણ મ’ એ ભતૃહરિની ઉક્તિ આ સંત કવિની અમૃત વાણીના સંબંધમાં અક્ષરશ: સાચી પડે છે. દિવ્ય નયનથી પરમાર્થમય જિનમાર્ગનું દર્શન કરી, આ દિવ્ય દ્રષ્ટાએ પિતાના સંગીતમય દિવ્ય ધ્વનિથી આ દિવ્ય જિનમાર્ગનું આપણને દર્શન કરાવ્યું છે. આ દિવ્ય ધ્વનિ એટલી બધી અમૃત–માધુરીથી ભર્યો છે કે તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. શાંતસુધારસ જલનિધિ એ આ દિવ્ય નાદ અખૂટ રસવાળે અક્ષયનિધિ છે. “ક્ષણે ક્ષણે નવીનતા પામે, તે સુંદરતા” ક્ષણે ક્ષણે અન્નવતામુપૈતિ તવ કપ રમણીયતા –એવું કવિ કાલિદાસે કહેલું સેંદર્યલક્ષણ આ સત્ કવિના કાવ્યમાં પ્રત્યક્ષ પ્રતીત થાય છે. એકેક સ્તવનની રજૂઆત કરવામાં ગૂઢ પશ્ચાદ્ભુમિકારૂપ નેપવાળી અદ્દભુત નાટકીય રીતિ (Dramatic style) એમની અપૂર્વ નૈસર્ગિક કવિત્વશક્તિનો આપણને પરિચય આપે છે. સુશ્લિષ્ટ સુશિષ્ટ અને સુમિષ્ટ શૈલીથી ઉત્તમ કલામય રીતે સુંદર શબ્દચિત્રમાં ગુંથેલ એકેક સ્તુતિગ્રંથ આ મહા નિગ્રંથ મુનીશ્વરનું અદ્દભુત ગ્રંથનિર્માણકૌશલ્ય દાખવે છે. - તેઓ અધ્યાત્મ માર્ગમાં અતિ ઉચ્ચ દશાને પામેલા “જ્ઞાની પુરુષ હતા, તે તેમના વચનેથી સુપ્રતીત થાય છે. * “જયંતિ લુતિનો તે રહિત નો / - નાસ્તિ રેવાં યશ: રામાનં મયં ” –શ્રી ભd હરિ.
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy