SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પરમ ભક્તિભાવ નિર્ભર, ચેતન્યઆનંદઘનજીની રસની છોળો ઉછાળતા એમનાં અમૃત વાણી સ્તવને તે આત્માનુભવના પરમ પરિપાકરૂપ હેઈ, વાંચતાં કે સાંભળતાં, કેઈ અભુત આહૂલાદ આપે છે, મનને થાક ઊતારી નાંખી પરમ ચિત્તપ્રસન્નતા આપે છે. તે વચનામૃતેમાં એવા તે અદ્ભુત માધુર્ય, પ્રાસાદ, એકસૂ, ને ધ્વનિ ભર્યા છે, એવું તે ઉચ્ચ ચિતન્યવંતું કવિત્વ ભર્યું છે, કે તેને રસાસ્વાદ લેતાં આત્મા જાણે તૃપ્ત થતો નથી. મેટા મેટા પંડિતના વાગાડંબરભર્યા શાસ્ત્રાર્થોથી, કે મેટા મેટા વ્યાખ્યાનધરા ધ્રુજાવનારા વાચસ્પતિઓના વ્યાખ્યાનેથી અનંતગુણે આનંદ અને બોધ, શ્રીમાન્ આનંદઘનજીની એકાદ સીધી, સાદી, સચોટ ને સ્વયંભૂ વચનપંક્તિથી ઉપજે છે. વળી શ્રી આનંદઘનજીને “આશય” તો એટલે બધે પરમાર્થગંભીર છે કે સાગરની જેમ તેનું માપ કાઢવું કે તાગ લે તે અશકય વસ્તુ છે, કારણ આશય ગંભીસ્તા કે તેમના એકેક વચન પાછળ અગાધ શાસ્ત્રજ્ઞાન ને અનન્ય તત્ત્વચિંતન ઉપરાંત ઉત્તમ આત્માનુભવરૂપ સામવેગનું સમર્થ પીઠબળ રહ્યું છે. એટલે આવા ઉચ્ચ ગદશાને પામેલાઉત્તમ ગુણસ્થાન સ્થિતિને પામેલા મહાત્માની કૃતિને આશય યથાર્થપણે અવગાહી પ્રગટ કરે, તે તે તેમના જેવી ઉચ્ચ આત્મદશાને પ્રાપ્ત થયેલા મહાત્મા ગીશ્વરેનું કામ છે. તેઓ જ તેને યથાયોગ્ય ન્યાય આપી શકે, તેઓ જ તેનું
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy