SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ માની વર્તમાન સ્થિતિથી પરમાર્થ ખેદ ૧૯ ઉપજી હતી; દિવ્ય યોગદષ્ટિથી તે વીતરાગ પરમાત્માના સર્વાંગસુંદર મૂળ માર્ગનું વિશિષ્ટ આત્માનુભવમય સમ્યગ દર્શન થયું હતું. પણ તે માર્ગને વર્તમાનમાં “ચરમ નયણું કરી મારગ જેવતા” ભૂલેલા લેકની માગભ્રષ્ટ કરુણ દશા દેખી તેમનું સંત હૃદય દ્રવી ઉઠયું હતું. તેમણે પિતાની દિવ્ય દૃષ્ટિથી જિનમાર્ગની વર્તમાન પરિસ્થિતિ નિહાળી તે આંધળાની પાછળ આંધળાની હાર દોડી * જતી હોય એવી સ્થિતિ પ્રાયે હતી. માર્ગની વર્તમાન સ્થિતિથી નાના પ્રકારના તુરછ ક્ષુદ્ર નિર્જીવ પરમાર્થ ખેદ મતભેદમાં ગ૭ કદાગ્રહોમાં, સંકુચિત વાડાઓમાં, મત -પંથના ઝઘડાઓમાં રચ્યા પચ્યા રહેલા બહિર્દષ્ટિ લેક એક અખંડ જિનશાસનને ખંડખંડ કરી રહ્યા હતા. અહે! કેવો સુંદર સરસ નિર્મલ માગ ! પણ અહીં બહાર નજર ફેરવી તેની આસપાસ અનંત જાળાં બાઝી ગયા હતા, અનંત થર જામી ગયા હતા, કદાગ્રહી જાએ દઢમૂલ કરેલા આગ્રહના પપડા વજલેય બન્યા હતા, ભગવાનના મૂળ પરમાર્થમાર્ગનું ભાન પ્રાય: કયાંય દેખાતું હતું, માત્ર પાંદડા કે ડાંખળા પકડીને લોકો કૃતકૃત્યતા માની બેઠા હતા ! એક બાજુ તુચ્છ ગચ્છભેદેમાં ઈતિકર્તવ્યતા માનનારાઓ બીજી બાજુ તત્ત્વની વાત કરતાં લાજતા હતા! ચારેકોર કલિકાલનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું હતું ! આવી વિષમ સ્થિતિ નિહાળી તેમના આત્મામાં સ્વાભાવિક સાભ થશે, તીવ્ર ખેનું સંવેદન થયું, અને તેથી જ તેમના આવા અંતરડ્યાર નીકળી પડયા છે કે
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy