SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. સંવાદરૂપે રજૂ કરી છે, અને આ જાણે આધ્યાત્મિક પંચાં ભાવનાટક હોય એમ આ સંવાદને પંચ દશ્યમાં નિબદ્ધ કરેલ છે. તેમજ—સંભવ દેવ તે ધુર સે સવે રે”—એ. ધ્રુવપંક્તિથી પ્રારંભાતું ત્રીજું સ્તવન પ્રભુસેવાની પ્રથમ - ભૂમિકાનું હાર્દ પ્રગટ કરતું હેઈ, પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા તેવું જ પરમ આશયગંભીર છે. તે આશયનું યત્કિંચિત અવગાહન કરાવતું સળંગ વિવેચન આલેખતાં આ લેખકે અભય-અદ્વેષ અખેદરૂપ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકાની અને તદંતર્ગત, ચરમાવત્ત ચરમકરણ ગદષ્ટિ આદિ વિવિધ તાત્ત્વિક વિષયની અત્ર શાસ્ત્રીય મીમાંસા કરી છે, અને વિષયની વિશદતા તથા વાંચકની સુગમતાથે આ વિવેચનને નવ પરિચ્છેદમાં પ્રવિભક્ત કરેલ છે. - આમ સામાન્યપણે આ બન્ને ગ્રંથની વસ્તુનું દિગ્ગદર્શન છે. વિશેષ તો આ ગ્રંથની વિષયાનુક્રમણિકા પ્રત્યે દષ્ટિપાત કરતાં વિવેકી વિચારકને સ્વયં જ્ઞાત થશે. એટલે અત્રે ચર્ચિત વિવિધ તત્ત્વવિષયેના વિશેષ વર્ણનથી તત્ત્વરસિક વાંચકના રસપ્રવાહની આડે નહિં આવતાં, તેમાં સીધું નિમજ્જન કરવાનું તેમને સપ્રેમ આહ્યાન કરું છું. આભારઉપસંહાર આ ગ્રંથના પ્રકાશનનું શ્રેય પિતાને પ્રાપ્ત થાય એવી પરમાર્થ સ્નેહી શ્રી રતનચંદભાઈ મેતીશાએ આગ્રહભરી ભાવના વ્યક્ત કરી, અને તેને મેં સાભાર સહર્ષ
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy