________________
૪૮
જૈન મહર્ષિએ કહે છે કે જેવા આપણા જીવ તેવા ખીજાના જીવ. જેમ આપણને પ્રાણુ વહાલા છે, જેમ આપણને સુખ ગમે છે અને દુ:ખ ગમતું નથી, તેમ અન્ય જીવોને પણ સુખ ગમે છે અને દુઃખ ગમતું નથી.
આપણા પગમાં એક નાના સરખા કાંકરા ખૂંચે કે બાવળ એરડીનેા કાંટા વાગે તો પણ કેટલુ દુઃખ થાય છે? તે। જેનાં અંગેા તીક્ષ્ણ બાણાથી ભેદાતાં હશે કે ધારવાળા શસ્ત્રોથી છેદાતાં હશે, તેને કેટલું દુ:ખ થતું હશે ? આ જગતમાં સ` પ્રાણીઓને લાંબા જીવનની કામના હોય છે, પછી તે સ્વર્ગના દ્ર હાય, હ ખંડના સ્વામી હોય કે વિષ્ટામાં રહેલા કીડેા હોય તેથી કાપણું પ્રાણીની હિંસા કરવી એ અધર્મ છે. અન્યાય છે.
અહી' એ સમજવું જરૂરનું છે કે હિંસા જેમ કાયાથી થાય છે, તેમ વાણી અને મનથી પણ થાય છે. કાને ખરાબ શબ્દો કહેવા અને તેના દિલને દુઃખ ઉત્પન્ન કરવું એ વાણીની હિંસા છે અને કા'નું ગૂરૂ કે અનિષ્ટ ચિતવવું એ મનની હિંસા છે.
આ રીતે હિંસાનું સ્વરૂપ સમજી તેને ત્યાગ કરવેા, તેનાથી વિરામ પામવું, કે તેનાથી દૂર રહેવું એ અહિંસા છે. પ્રાણી માત્ર તરફ સમભાવ રાખવાથી જ તેનું પાલન શકય બને છે, યા કરુણા, ક્ષમા, શાંતિ, સહનશીલતા, ઉદારતા, સંયમ, સદ્ભાવના, મૈત્રી વગેરે એના પર્યાય શબ્દો છે.
શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમાં કહ્યું છે કે
एवं खु नाणिणो सार, जं न हिसह किंचण । अहिंसा समय चेव, एयावन्तं वियाणिया || જ્ઞાનીઓના જ્ઞાનને સાર એજ છે કે કાપણુ પ્રાણીની હિંસા કરવી નહિ. અહિંસા એ જ સાચું વિજ્ઞાન છે. તેથી ચઢિયાતું ખીજું કાઈ વિજ્ઞાન નથી.