________________
દિની અનુકુળતાના અભાવે બીજો ભાગ છપાવવામાં વિલંબ થયો.
પૂજ્ય આચાર્ય દેવ વિગેરે સંવત ૨૦૧૭ માં અમદાવાદ ઉજમફઈની ધર્મશાળામાં ચાતુર્માસ હતા. મારે પણ ત્યાં અવારનવાર જવાનું બનતું. તે વખતે પૂ. લધિવિજજી મ. સાહેબે કહ્યું કે “જૈન ધર્મ પરિચય ભાગ ૨” છપાવો છે. આ કાર્ય તમને સોંપવામાં આવે છે. - પૂજ્ય આચાર્ય મહારાજ આદિની સંમતિથી તે કાર્ય મેં લીધું. અને આજે આ પુસ્તક આપના હાથમાં આપતાં આનંદ થાય છે.
અમને જણાવતાં ખૂબ હર્ષ થાય છે કે આ બીજા ભાગનું મેટર અક્ષરે અક્ષર પૂજ્યપાદ વિર્ય પંન્યાસજીશ્રી ધુરંધરવિજયજી ગણિવરે તપાસી અને સુધારી આપ્યું છે.
આ પુસ્તક પ્રકાશનમાં દ્રવ્યની સહાય આપનાર દાનવીને તથા “શ્રી અમરીષ પ્રિન્ટીંગ પ્રેસ” ને આભાર માનો તે અસ્થાને નહીં ગણાય.
પ્રેસષથી કે પૂફરીડીંગમાં દષ્ટિદેષથી રહેલ ભૂલેને સુધારી પાઠકે વાંચે એવી આશા સાથે વિરમું છું.
લી. રસિકલાલ શાન્તિલાલ મહેતા
પ્રાધ્યાપક. શ્રી સરસ્વતીબેન જૈન પાઠશાળા
અને
શ્રી જેને પ્રાપ્ય વિદ્યા ભવન
અમદાવાદ.