SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર્ગવાસી થયા હતા. આ છે નેમચંદભાઈ પરિવાર સહિત પાટડી (વીરમગામ પાસે) રહેવા ગયા હતા. તેથી તેમના અવસાન પછી પત્ની-પુત્ર. કેટલેક વખત પાટડીમાં રહી, પછી સમી (રાધનપુર પાસે) રહેવા આવ્યાં હતાં. મુલીબાઈ ઘણું જ ભદ્રિક આત્મા હતાં દાન-શીલ-તપશ્ચર્યામાં ઘણી લાગણીવાળાં હતાં. . તેમને બધે પરિવાર પહેલાંથી જ પરલોક જવાથી, માત્ર માતા-પુત્ર બેજ સમી રહેતાં હતાં. પાટડીમાં ધર્મના સંસ્કાર સિંચાયા અને ઉત્તરોત્તર વૃદ્ધિને પામવાથી, પુત્રને ચારિત્ર. લેવાની ઈચ્છા થઈ દીક્ષા લેવાના ચક્કસ પરિણામ થયા. પરંતુ માતાને ફક્ત એક જ પુત્ર છે, પુત્રી પણ નથી. તેથી, માતા ચિત્તની પ્રસન્નતા પૂર્વક રજા આપે તે જ લેવી. માતા ધર્મચિ હતાં, ભદ્રિક હતાં, ઉદાર હતાં તેથી ઘણા જ આનંદપૂર્વક પિતાના ઘર આંગણે શક્તિ અનુસાર મહે-- ત્સવ કરી, પુત્રને ખૂબ અનુમોદનાપૂર્વક સમીમાં દીક્ષા અપાવી. પુત્રની દીક્ષા પછી, શ્રાવિકા મુલીમાને શ્રાવિકાચાર ખૂબ વિકાસ પામ્યું હતું, તેમણે અંદગીમાં ઘણી નાની મોટી તપ શ્ચર્યા કરી હતી, તે નીચે મુજબ છે. - ૧, માસક્ષમણ કર્યું હતું. ૨, એકવર્ષીતપ કર્યો. ૩,. વશ ઉપવાસને સીંહાસન તપ કર્યો (જેમાં પાંચ ઉપવાસ-૧ બેસણું. આ પ્રમાણે ચાર વખત પાંચ પાંચ ઉપવાસ કરી પૂર્ણ થાય છે). ૪, એક શાલમાં છ અ૬ઈ(આઠ આઠ ઉપવાસ કર્યા). ૫, સમવસરણ ત૫. ઉપવાસ ૬૪ (ચાર ઉપવાસ ૧ બેસણું ચારવાર કરી ૧૬ ઉપવાસ, ચાર વર્ષ કરવાથી ૬૪ ઉપવાસ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy