________________
૬૦
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ચોથે વૈમાનિકના ભેદ. વૈમાનિકના ૩૮ ભેદ. ત્રણ કિલ્પિષી બાર દેવલોક, નવ લોકાંતિક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન. એવું ૩૮.
પ્રથમ કિલ્વિષીના ભેદ. ૧ પહેલાં કિલ્વિષી ત્રણ પલ્યની સ્થિતિવાળા, પહેલા બીજા દેવલોકમાં નીચે રહે છે. ૨ બીજા કિલ્પિષી ત્રણ સાગરની સ્થિતિવાળા, ત્રીજા ચોથા દેવલોકમાં નીચે રહે છે. ૩ ત્રીજા કિલ્પિષી તેર સાગરની સ્થિતિવાળા છઠ્ઠા દેવલોકમાં નીચે રહે છે. જે દેવ, ગુરૂ, ધર્મની નિંદા કરનાર અને તપ સંયમની ચોરી કરનારાં મરીને કિલ્પિષી દેવ થાય છે. જેમ મનુષ્યમાં નીચ, ચંડાલ જાતિ હોય છે તેમ દેવોમાં તેઓ કુરૂપ, અશુભ, મિથ્યાત્વી અને અજ્ઞાની હોય છે.
બીજે બાર દેવલોક. ૧ સુધર્મા દેવલોક, ૨ ઇશાન દેવલોક, ૩ સનતકુમાર દેવલોક, ૪ માહેન્દ્ર દેવલોક, ૫ બ્રહ્મ દેવલોક, ૬ લાંતક દેવલોક, ૭ મહાશુક્ર દેવલોક, ૮ સહસ્ત્રાર દેવલોક, ૯ આણત દેવલોક, ૧૦ પ્રાણત દેવલોક. ૧૧ આરણ દેવલોક, ૧૨ અશ્રુત દેવલોક, એવં ૧૨ દેવલોકનાં નામ. બાર દેવલોક કેટલા ઉંચા, કેવા આકારે ને
કેટલાં વિમાન, તેનો વિસ્તાર જ્યોતિષ ચક્ર ઉપર અસંખ્યાતા ભોજનની ક્રોડા ક્રોડી પ્રમાણે ઉંચે જઈએ ત્યારે પહેલું સુધર્મા ને બીજું ઇશાન એ બે દેવલોક આવે, તે બે છાલુકાના આકારે છે. એકલું અર્ધ ચંદ્રમાને આકારે છે, બન્ને મળી પૂર્ણ ચંદ્રમાને આકારે છે. પહેલાંમાં બત્રીસ લાખ ને બીજામાં અઠાવીશ લાખ વિમાન છે. ત્યાંથી અસંખ્યાતા જોજનની ક્રોડાકોડી પ્રમાણે ઉંચે જઈએ ત્યારે ત્રીજું સનતકુમાર અને ચોથું માહેંદ્ર એ બે દેવલોક આવે, તે બે લગડાને આકારે છે; એકેકે અર્ધચંદ્રમાને આકારે છે, બન્ને મળી પૂર્ણ ચંદ્રમાને