________________
બાર પ્રકારનાં તપ
૬૧૭
પહેરવાં, આકરાં વચન ગાળો, માર માર સહેવા, લોચ કરવો, ઉઘાડે પગે ચાલવું વગેરે.
(૬) પ્રતિસલીનતા તપના ચાર ભેદ – ૧ ઇન્દ્રિય સંસીનતા ૨ કષાય સંલી૦ ૩ યોગ સંલી૦ ૪ વિવિધ શયનાસન સંલીનતા (૧) ઇન્દ્રિય સંલીનતાના ૫ ભેદ. (પાંચે ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાં રાગ - દ્વેષ ધરતાં રોકવી.) (૨) કષાય સંલીનતાના ૪ ભેદ – ૧ ક્રોધ મટાડી ક્ષમા ધરવી. ૨ માનને ઘટાડી વિનીતતા ધરવી. ૩ માયાને ઘટાડી સરળતા ધરવી. ૪ લોભને ઘટાડી સંતોષ ધરવો. (૩) યોગ પ્રતિસલીનતાના ૩ ભેદ - મન, વચન કાયાને બૂરા કામમાંથી રોકી સન્માર્ગે પ્રવર્તાવવા. (૪) વિવિધ શધ્યાસન સેવન પ્રતિસલીનતાના અનેક ભેદ - ઉદ્યાન, ચૈત્ય, દેવાલય, દુકાન, વખાર, સ્મશાન, ઉપાશ્રય આદિ સ્થાને રહીને પાટ, પાટલા, બાજોઠ, પાટીયાં, બિછાનાં, વસ્ત્ર - પાત્રાદિ ફાસુક જગ્યા અંગીકાર કરી વિચારે.
આવ્યંતર તપનો અધિકાર. ૧. પ્રાયશ્ચિતના દશ ભેદ - ૧ ગુર્નાદિ સન્મુખ પાપ પ્રકાશે. ૨ ગુરૂએ બતાવેલ દોષ અને પુનઃ એ દોષ ન લગાડવાનું સ્વીકારે. ૩ પ્રાયશ્ચિત – પ્રતિક્રમણ કરે. ૪ દોષિત વસ્તુનો ત્યાગ કરે, ૫ દશ, વીશ, ત્રીશ, ચાળીશ લોગસ્સનો કાઉસગ્ગ કરે. ૬ એકાશન, આયંબિલ યાવત્ છમાસી તપ કરે. ૭ છમાસ સુધીની દીક્ષા ઘટાડે. ૮ દીક્ષા ઘટાડી સૌથી નાનો બનાવે. ૯ સમુદાયથી બહાર રાખી કપાળે ધોળા વસ્ત્રનો પાટો બાંધી સાધુજી સાથે આપેલો તપ કરે ૧૦ સાધુ વેશ ઉતરાવી ગૃહસ્થ વેશે " છમાસ સુધી સાથે ફેરવી ફરી દીક્ષા દેવી.
૨. વિનયના ભેદ કહે છે - મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવ જ્ઞાની, કેવળજ્ઞાની, એમની આશાતના