________________
નવ તત્ત્વ
રાગાદિકગ્રસ્ત ૩. અનુભાગબંધ સંક્ષેપથી બતાવે છે જીવ, અભવ્ય જીવની રાશિથી અનંત ગુણા અને સિદ્ધના જીવોની રાશિને અનંતમે ભાગે એટલે પરમાણુએ નિષ્પન્ન કર્મ સ્કંધ સમય સમય પ્રત્યે ગ્રહણ કરે છે તે દળીઆને વિષે પરમાણુ દીઠ કષાયના વશથી સર્વ જીવની રાશિથી અનંત ગુણા રસ વિભાગના પરિચ્છેદ હોય, તે રસ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ તથા મંદ, મંદતર, મંદતમાદિ અનેક પ્રકારે હોય. ત્યાં અશુભ બ્યાશી પાપ પ્રકૃતિનો તીવ્રરસ સંકલેશ પરિણામે કરી બંધાય અને શુભ બેંતાલીસ પુણ્ય પ્રકૃત્તિનો તીવ્રરસ વિશુદ્ધિએ કરી બંધાય તથા મંદરસાનું બંધ તેથી વિપર્યય હોય તે આવી રીતે - શુભ પ્રકૃતિનો મંદરસ સંકલેશ પરિણામે કરી બંધાય અને અશુભ પ્રકૃતિનો મંદરસ વિશુદ્ધિએ કરી બંધાય.
૩૫
-
-
૪. પ્રદેશબંધ સંક્ષેપથી કહે છે તે લોકને વિષે ૧. ઔદારિક ૨. વૈક્રિય, ૩. આહાક, ૪. તૈજસ, ૫ ભાષા, ૬. શ્વાસોચ્છવાસ, ૭ મન અને ૮ કાર્મણ એ આઠ જાતિની પુદ્ગલની વર્ગણા છે. તે એકેકી વર્ગણા જીવને ગ્રહણ યોગ્ય તથા અગ્રહણ યોગ્ય એવા બે પ્રકારે છે. પ્રથમ બે પ્રદેશથી માંડીને અભવ્યથી અનંત ગુણાધિક પ્રદેશ લગી ઔદારિક વર્ગણા તે થોડો પ્રદેશ અને સ્થૂળ માટે જીવને અગ્રહણ યોગ્યવર્ગણા જાણવી. બીજી ઔદારિક ગ્રહણ કરવા યોગ્ય તે પણ અનંતી વર્ગણા જાણવી. ત્યાર પછી ઘણા પ્રદેશ અને સૂક્ષ્મ પરિણામ માટે ઔદારિકને અગ્રહણ યોગ્ય તથા વૈક્રિયની અપેક્ષાએ થોડા પ્રદેશ અને સ્થૂળ પરિણામ માટે વૈક્રિયને પણ અગ્રહણ યોગ્ય એમ બેઉને ગ્રહણ કરવાને અયોગ્ય તે પણ અભવ્યથી અનંત ગુણાધિક વર્ગણા જાણવી. ત્યાર પછી વૈક્રિયને ગ્રહણ યોગ્ય વર્ગણા જાણવી. એમ સર્વ આઠ જાતિની વર્ગણા તે વિષે ગ્રહણ યોગ્ય અને અગ્રહણ યોગ્ય વર્ગણા જાણવી. ઇતિ બંધતત્ત્વ.