________________
૫૦૦
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ઉપ૦ (૩ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન) લઈને આવે અને ૮ ઉપ૦ લઈને નીકળે. સિદ્ધમાં કેવળજ્ઞાન, કેવળ દર્શન લઈને આવે અને અનંત કાળ સુધી આનંદધન રૂપે શાશ્વતા બિરાજે.
ઇતિ ઉપયોગ અધિકાર સંપૂર્ણ
(૪) નિયંઠા. શ્રી ભગવતી સૂત્રના શ. ૨૫ ના ઉ. ૬ ફાનો અધિકાર.
નિગ્રંથોના ૩૬ દ્વાર કહે છે- ૧ પન્નવણા (પ્રરૂપણા), ૨ વેદ, ૩ રાગ (સરાગી), ૪ કલ્પ, ૫ ચારિત્ર, ૬ પડિસેવણ (દોષસેવન), (૭) જ્ઞાન, ૮ તીર્થ, ૯ લિંગ, ૧૦ શરીર, ૧૧ ક્ષેત્ર, ૧૨ કાળ, ૧૩ ગતિ, ૧૪ સંયમસ્થાન, ૧૫ (નિકાસે) ચારિત્ર પર્યાય, ૧૬ યોગ, ૧૭ ઉપયોગ, ૧૮ કષાય, ૧૯ વેશ્યા, ૨૦ પરિણામ (૩), ૨૧ બંધ, ૨૨ વેદ, ૨૩ ઉદીરણા ૨૪ ઉપસંપઝાણ (ક્યાં જાય ?), ૨૫ સન્નાબહત્તા, ૨૬ આહાર, ૨૭ ભવ, ૨૮ આગરેસ (કેટલી વખત આવે ?), ૨૯ કાળ-સ્થિતિ, ૩૦ આંતરો, ૩૧ સમુદ્રઘાત, ૩ર ક્ષેત્ર (વિસ્તાર), ૩૩ સ્પર્શના, ૩૪ ભાવ, ૩૫ પરિમાણ (કેટલા લાભ?), અને ૩૬ અલ્પબદુત્વ દ્વાર.
૧. પન્નવણા દ્વાર - નિગ્રંથ (સાધુ) ૬ પ્રકારના પ્રરૂપ્યા છે. યથા - ૧ પુલાક, ૨ બકુશ, ૩ પડિસેવણા, ૪ કષાયકુશીલ, ૫ નિગ્રન્થ, ૬ સ્નાતક.
(૧) પુલાક=શાળ (ચોખા) ના પૂળા જેવા, જેમાં સાર વસ્તુ ઓછી અને ઘાસ, માટી વધુ હોય. તેના ૨ ભેદ. ૧ લબ્ધિ પુલાક - કોઈ ચક્રવર્તી આદિ, કોઈ જૈન મુનિની કે જૈનશાસન