________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
શુકલધ્યાનની ૪ અનુપ્રેક્ષા - ૧. આ જીવે અનંતવાર સંસાર ભ્રમણ કર્યું છે, એમ વિચારે, ૨. સંસારની બધી પૌદ્ગલિક વસ્તુ અનિત્ય છે. શુભ પુદ્ગલ, અશુભ રૂપે અને અશુભ, શુભ રૂપે પરિણમે છે, માટે શુભાશુભ પુદ્ગલોમાં આસકત બનીને રાગદ્વેષ ન કરવો. ૩. સંસાર પરિભ્રમણનું મૂળ કારણ શુભાશુભ કર્મ છે. કર્મબંધનના મૂળ કારણ ૪ હેતુ છે, એમ વિચારે અને ૪. કર્મહેતુઓને છોડીને સ્વસત્તામાં રમણતા કરવાનો વિચાર. આવા વિચારોમાં તન્મય (એક રૂપ) થઈ જવાય તે શુકલ ધ્યાન. ઇતિ ચાર ધ્યાન સંપૂર્ણ.
૪૮૬
(૫૮) આરાધના પદ.
શ્રી ભગવતી સૂત્રશતક ૮ માનો ઉદેશો ૧૦ શો કરી. આરાધના ૩ પ્રકારની-જ્ઞાનની, દર્શન (સમક્તિ)ની અને ચારિત્રની.
જ્ઞાનારાધના : ઉ. ૧૪ પૂર્વનું જ્ઞાન, મધ્યમ ૧૧ અંગનું જ્ઞાન, જ. ૮ પ્રવચન માતાનું જ્ઞાન.
ઉં. ક્ષાયક સમતિ, મધ્યમ ક્ષયોપશમ તથા ઉપશમ સમકિત જ. સાસ્વાદન સમકિત
દર્શનારાધના :
ચારિત્રારાધના : ઉ. યથાખ્યાત ચારિત્ર, મધ્યમ સુક્ષ્મ - સંપરાય તથા પરિહારવિશુદ્ધ-ચારિત્ર.
જ૦ સામાયિક તથા છેદોપસ્થાપનીય ચારિત્ર.
(ઉપરનું વર્ણન ટીકામાં જોવા મળે છે. મૂળ પાઠમાં નથી. એક માન્યતા એમ પણ છે કે, ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય આરાધના કરવાની તમન્ના અને પુરુષાર્થ જ અહિં લઈ શકાય-અને તો જ હવે પછીનું વર્ણન યથાર્થ ઠરે છે. તત્ત્વ કેવળી ગમ્ય.)