SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્રવ્ય પર ૩૧ દ્વાર ૪૮૧ અપ્રદેશી છે. ધર્મ - અધર્મ અસંખ્ય પ્રદેશ છે. આકાશ (લોકાલોક અપેક્ષા) અનંત પ્રદેશ છે. એકેક જીવ અસંખ્ય પ્રદેશી છે. અનંત જીવોના અનંત પ્રદેશ છે. પુદ્ગલ પરમાણું ૧ પ્રદેશી છે; પરંતુ પુદ્ગલ દ્રવ્ય અનંત પ્રદેશ છે. દ્વાર - ધર્મ, અધર્મ, આકાશ એકેક દ્રવ્ય છે, શેષ ૩ અનંત છે. ૨૧ ક્ષેત્રક્ષેત્રી દ્વાર - આકાશ ક્ષેત્ર છે. બાકીના ક્ષેત્રી છે. એટલે કે પ્રત્યેક લોકાકાશ પ્રદેશ પર પાંચેય દ્રવ્ય પોતપોતાની ક્રિયા કરવા છતાં એક બીજામાં મળી જતા નથી. ૨૨ ક્રિયા દ્વાર – નિશ્ચયથી બધા દ્રવ્યો પોતપોતાની ક્રિયા કરે છે. વ્યવહારથી જીવ અને પુદ્ગલ ક્રિયા કરે છે. શેષ અક્રિય છે. ૨૩ નિત્ય દ્વાર - દ્રવ્યાસ્તિક નયથી બધા દ્રવ્ય નિત્ય છે. પર્યાય અપેક્ષાથી બધા અનિત્ય છે. વ્યવહાર નથી જીવ, પુદ્ગલ અનિત્ય છે. શેષ દ્રવ્ય નિત્ય છે. ૨૪ કારણ દ્વાર - પાંચેય દ્રવ્ય જીવને કારણ છે, પણ જીવ કોઈને કારણ નથી. જેમ જીવ કર્તા અને ધર્માત્ર કારણ મળવાથી જીવને ચલન કાર્યની પ્રાપ્તિ થઈ. એમજ બીજા દ્રવ્યો સમજવા. ૨૫ કર્તા દ્વાર - નિશ્ચયથી બધા દ્રવ્ય પોતપોતાના સ્વભાવકાર્યના કર્તા છે, વ્યવહારથી જીવ અને પુદ્ગલ કર્તા છે. શેષ અકર્તા છે. ૨૬ ગતિ દ્વાર - આકાશની ગતિ (વ્યાપકતા) લોકાલોકમાં છે. શેષ લોકમાં છે. ૨૭ પ્રવેશ દ્વાર - એક એક આકાશ પ્રદેશ પર પાંચેય દ્રવ્યોનો પ્રવેશ છે. તેઓ પોતપોતાની ક્રિયા કર્યું જાય છે. છતાં એક બીજા ભળી જતાં નથી જેમ એક નગરમાં ૫ માણસ છુ-૩૧
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy