________________
૪૫૮
-
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ રોયણગિરિ. તે દરેક ૧૨૫ ચો. ધરતીમાં ૫00 વોટ ઊંચા, મૂળમાં ૫૦૦ યો૦, મધ્યે ૩૭૫ યો; અને ઉપર ૨૫૦ યો૦ વિસ્તારવાળા છે. અનેક વૃક્ષ, ગુચ્છા, ગુમા, વેલી, તૃણથી શોભે છે. વિદ્યાધરો અને દેવોનું ક્રિડસ્થાન છે.
(૨) નંદન વન - ભદ્રશાલથી ૫૦૦ યો) ઊંચે મેરૂ પર વલયાકારે છે. ૫૦૦ યો૦ વિસ્તાર છે. વેદિકા, વનખંડ, ૪ સિદ્ધાયતન, ૧૬ વાવ, ૪ પ્રાસાદ પૂર્વવત છે. ૯ ફૂટ છે. નંદનવનકૂટ, મેરુકૂટ, નિષિધકૂટ, હેમવંતકૂટ, રજીતકૂટ, રૂચિત સાગરચિત્ત, વજી અને બલર. ૮ ફૂટ ૫૦૦ યો૦ ઉંચા છે આઠેય પર ૧ પલ્યવાળી આઠ દેવીઓના ભુવન છે. નામ મેઘંકરા, મેઘવતી, સુમેઘા, હેમમાલિની, સુવચ્છા, વરચ્છમિત્રા, વજસેના, બલતકા દેવી. બલકૂટ ૧૦૦૦ યો) ઊંચો, મૂળમાં ૧૦૦૦ યો), મધ્ય ૭૫૦ યો), ઉપર ૫૦૦ યો. વિસ્તાર છે. બલદેવતાના મહેલ છે. શેષ ભદ્રશાલવન જેવી સુંદરતા અને વિસ્તાર છે.
(૩) સુમાનસ વન - નંદનવનથી ૬૨૫૦૦ યો૦ ઊંચે છે. ૫૦૦ યો૦ વિસ્તારવાળું મેરૂની ચોતરફ છે. વેદિકા, વનખંડ, ૧૬ વાવ, ૪ સિદ્ધાયતન, શક્રેન્દ્ર, ઇશાનેન્દ્રના ૪ મહેલો આદિ પૂર્વવત.
(૪) પંડક વન - સુમાનસ વનથી ૩૬000 યો૦, ઊંચે મેરૂ શિખર પર છે. ૪૯૪ યો૦ ચુડી આકારે છે. મેરૂની ૧૨ યો૦ની ચૂલિકાને ચોતરફ વિંટાયેલ છે. વેદિકા વનખંડ, ૪ સિદ્ધાયતન, ૧૬ વાવ, મધ્ય ૪ મહેલ સર્વ પૂર્વવતું.
મધ્યની મેરૂ ચૂલિકા મૂળમાં ૧૨ યો૦, મધ્યે ૮ યો), ઉપર ૪ યો૦ના વિસ્તારવાળી ૪૦ યો) ઊંચી છે. વૈર્ય રત્નમય છે. ૧ વેદિકા વનખંડથી વિંટાયેલ છે. મધ્યે ૧ સિદ્ધાયતન છે.