________________
४४४
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
(૪૩) આકાશ શ્રેણી. શ્રી ભગવતી સૂત્ર શતક રપ ઉ૦ ૩ નો અધિકાર
જ્યાં જીવ અને પુદ્ગલોની ગતિ હોય છે, એ આકાશ પ્રદેશોની પંક્તિને શ્રેણી કહે છે. સમુચ્ચય આકાશ પ્રદેશની દ્રવ્યપેક્ષા શ્રેણી અનંતી છે. પૂર્વાદિ છ દિશાની અને અલોકાકાશની શ્રેણી અનંતી છે. દ્રવ્યાપેલા લોકાકાશની તથા છયે દિશાની શ્રેણી અસંખ્યાતી છે પ્રદેશાપેક્ષા સમુચ્ચય આકાશ પ્રદેશની તથા છયે દિશાની શ્રેણી
અનંતી છે. , લોકાકાશ , , , , , અસંખ્યાતી છે. , અલોકાકાશ શ્રેણી સંખ્યાતી, અસંખ્યાતી, અનંતી છે. પૂર્વાદ ૪ દિશામાં અનંતી છે અને ઉંચી નીચી દિશામાં ત્રણેય પ્રકાર.
સમુચ્ચય શ્રેણી તથા છયે દિશાની શ્રેણી અનાદિ અનંત છે. લોકાકાશની શ્રેણી તથા છયે દિશાની શ્રેણી સાદિસાંત છે. અલોકાકાશની શ્રેણી સ્યાત્ સાદિસાંત છે, સ્યાત્ સાદિ અનંત છે, સ્યાદ્ અનાદિ સાંત છે અને સ્યાત્ અનાદિ અનંત છે.
(૧) સાદિ સાંત-લોકના વ્યાઘાતમાં. (૨) સાદિ અનંત લોકના અંતમાં અલોકની આદિ છે પણ,
અંત નથી, (૩) અનાદિ સાંત- અલોક અનાદિ છે, પણ લોક પાસે
અંત છે. (૪) અનંત - જ્યાં લોકનો વ્યાઘાત ન પડે ત્યાં.
ચાર દિશામાં સાદિસાત સિવાયના ૩ ભાંગા. ઊંચી નીચી દિશામાં ૪ ભાંગા...