________________
૩૯૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૭. અવગાહના દ્વાર ૮. અંતર દ્વાર ૯. અલ્પ બહુત્વ દ્વાર ૧૦ એ દશ દ્વાર, પાંચ દેવ ઉપર ઉતારે છે.
પ્રથમ નામ દ્વાર - ભવિય દ્રવ્યદેવ ૧, નરદેવ ૨, ધર્મદેવ ૩, દેવાધિદેવ ૪, ભાવદેવ ૫, ઇતિ પહેલું નામ દ્વાર ૧.
બીજું ગુણ દ્વાર મનુષ્ય તથા તિર્યંચ પંચેંદ્રિય જેને દેવતામાં ઉપજવું છે તેને ભવિય દ્રવ્યદેવ કહીએ. ૧. નરદેવ કર્ય ગુણે કહીએ ? ચક્રવર્તીની રિદ્ધિ ભોગવે તે ગુણે નરદેવ કહીએ. ચક્રવર્તીની રિદ્ધિ વર્ણવીએ છીએ. નવનિધાન, ચૌદ રત્ન, ચોરાશી લાખ હાથી, ચોરાશી લાખ ઘોડા, ચોરાશી લાખ રથ, છત્રુક્રોડ પાયદલ, બત્રીસ હજાર મુકુટબંધી રાજા, બત્રીસ હજાર સામાનિક રાજા, સોળ હજાર દેવતા ચાકરી કરે, ચોંસઠ હજાર સ્ત્રી, ત્રણસેંને સાઠ રસોઈયા, વીસ હજાર સોનાના આગાર વગેરે. ૨ ધર્મદેવ કયે ગુણે કહીએ ? આઠ પ્રવચન માતાના સેવનાર, નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, દર્શવિધ યતિધર્મના પાલણહાર, બાર ભેદે તપસ્યાના કરનાર, સત્તર ભેદે સંજમના પાળનાર, બાવીસ પરિસહના સહનાર, સત્તાવીસ ગુણે કરી સહિત, તેત્રીસ આશાતનાના ટાળનાર, છન્નુ દોષરહિત આહાર પાણીના લેનાર, એવે ગુણે ધર્મદેવ કહીએ. ૩. દેવાધિદેવ કયે ગુણે કહીએ ? ચોત્રીસ અતિશયે કરી બિરાજમાન, પાંત્રીસ વચન વાણીના ગુણૅ કરી સહિત, ચોસઠ ઈંદ્રના પૂજનીક, એક હજાર ને અષ્ટ ઉત્તમ લક્ષણના ધણી, અઢાર દોષરહિત અને બાર ગુણે કરી સહિત હોય; અઢાર દોષરહિત તે અજ્ઞાન ૧, ક્રોધ ૨, મદ ૩, માન ૪, માયા ૫, લોભ ૬, રતિ ૭, અતિ ૮, નિદ્રા ૯, શોક ૧૦, અસત્ય ૧૧, ચોરી ૧૨, મત્સર ૧૩, ભય ૧૪, પ્રાણીવધ ૧૫, પ્રેમ ૧૬, ક્રીડા પ્રસંગ ૧૭, હાસ્ય ૧૮ એ ૧૮દોષ રહિત. બાર ગુણે કરી સહિત તે ૧૨ ગુણ કહે છે ઃ - જ્યાં જ્યાં ભગવંત ઊભા રહે, બેસે, સમોસરે ત્યાં ત્યાં
-