________________
પાંચ શરીર
૨૭૯
દ્રવ્યાર્થ અસંખ્યાત ગુણ. તેથી ૩ ઔદાકિના દ્રવ્યાર્થ અસંખ્યાત ગુણ. તેથી ૪ આહારકના પ્રદેશ અનંત ગુણ તેથી. ૫ વૈક્રિયના પ્રદેશ અસંખ્યાત ગુણ. તેથી ૬ ઔદારિકના પ્રદેશ અસંખ્યાત ગુણ. તેથી ૭-૮ તૈજસ્-કાર્મણ એ બેના દ્રવ્યાર્થ પરસ્પર સરખા ને ઉ૫૨થી અનંત ગુણ અધિક. તેથી ૯ તૈજસ્ ના પ્રદેશ અનંત ગુણ અધિક. તેથી ૧૦ કાર્યણના પ્રદેશ અંનત ગુણ અધિક. ૧૧ સૂક્ષ્મ દ્વાર.
૧ સર્વથી સ્થૂલ (જાડા) ઔદારિક શરીના પુદ્ગલ, તેથી ૨ વૈક્રિય શરીરના પુદ્ગલ સૂક્ષ્મ, તેથી ૩ આહારક શરીરના પુદ્ગલ સૂક્ષ્મ, તેથી ૪ તૈજસ્ શરીરના પુદ્ગલ સુક્ષ્મ. તેથી ૫ કાર્મણ શરીરના પુદ્ગલ સુક્ષ્મ.
૧૨ અવગાહનાનો અલ્પબહુત્વ દ્વાર.
૧ સર્વથી થોડી ઔદારિક શરીરની જધન્ય અવગાહના તેથી ૨-૩ તેજસ્-કાર્મણની જઘન્ય અવગાહના માંહો-માંહે સરખી ને ઉપરથી વિશેષ. ૪ તેથી વૈક્રિયની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી. ૫ તેથી આહારકની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણી. ૬ તેથી આહારકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષ. ૭ તેથી ઔદાકિની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાત ગુણી. ૮ તેથી વૈક્રિયની ઉત્કૃષ્ટ અવગાહના સંખ્યાત ગુણી. તેથી ૯-૧૦ તૈજસ્-કાર્યણની ઉત્કૃષ્ટ અવગાહના માંહેમાંહે સરખી ને ઉપરથી અસંખ્યાત ગુણી. ૧૩ પ્રયોજન દ્વાર.
૧ ઔદારિક શરીરનું પ્રયોજન મોક્ષને સાધ્ય કરવાનું. ૨ વૈક્રિય શરીરનું પ્રયોજન વિવિધ રૂપ કરવાનું. ૩ આહારક શરીરનું પ્રયોજન સંશય ટાળવાનું. ૪ તૈજસ્ શરીરનું પ્રયોજન પુદ્ગલને પાચન કરવાનું. ૫ કાર્મણ શરીરનું પ્રયોજન આહાર ને કર્મને આકર્ષવાનું.