________________
તેત્રિશ બોલ
૨૨૩ રુચિ સાથે નાના શીલવ્રત-ગુણવ્રત પ્રત્યાખાન પોષધોપવાસાદિ કરે પણ સામાયિક દિશાવકાશિક વ્રત કરવાનો નિયમ ન હોય, તે ઉપાસક પ્રતિમા. ૩ ત્રીજી પ્રતિમા ત્રણ માસની. તેમાં ઉપર પ્રમાણે, ઉપરાંત સામાયિકાદિ કરે, પણ અષ્ટમી ચતુર્દશી અમાવાસ્યા પૂર્ણમાસી વગેરે પર્વમાં પૌષધોપવાસ કરવાનો નિયમ ન હોય ૪ ચોથી પ્રતિમા ચાર માસની. તેમાં પ્રતિપૂર્ણ પૌષધોપવાસ અષ્ટમિઆદિ સર્વ પર્વમાં કરે. ૫ પાંચમી પ્રતિમા પાંચ માસની. તેમાં પૂર્વોક્ત સર્વ સાચવે; વિશેષ એક રાત્રિમાં કાર્યોત્સર્ગ કરે, ને તે પાંચ બોલ સાચવે; ૧ સ્નાન ન કરે, ૨ રાત્રિભોજન ન કરે, ૩ કાછડી ન વાળે, ૪ દિવસે બ્રહ્મચર્ય સાચવે, ૫ રાત્રિમાં પરિણામ કરે. ૬ છઠ્ઠી પ્રતિમા છ માસની - તેમાં પૂર્વોક્ત ઉપરાંત સર્વ વખતે બ્રહ્મચર્ય સાચવે. ૭ સાતમી પ્રતિમા જઘન્ય એક દિવસ, ઉત્કૃષ્ટ સાત માસની, તેમાં સચિત્ત આહાર જમે નહિ, પણ પોતાને આરંભ ત્યાગ કરવા નિયમ ન હોય. ૮ આઠમી પ્રતિમા જઘન્ય એક દિવસથી ઉત્કૃષ્ટ આઠ માસની, તેમાં આરંભ કરે નહિ. ૯ નવમી પ્રતિમા ઉત્કૃષ્ટ નવ માસની, તેમાં આરંભ કરવા સાથે કરાવવાના પણ નિયમ કરે. ૧૦ દશમી પ્રતિમા ઉત્કૃષ્ટ દશ માસની, તેમાં પૂર્વોક્ત સાથે આરંભ કરીને આપે તે પણ લેવાના નિયમ કરે, ઉપરાંત શિરમુંડન કરાવે અથવા શિખા રાખે. કોઈએ એક વાર પૂછયાં થક તથા વારંવાર પૂછ્યાં થકાં બે ભાષા બોલવી કહ્યું, જાણે તો હા પાડવી કહ્યું, ને ન જાણે ના પાડવી કહ્યું, ૧૧ અગિયારમી પ્રતિમા ઉત્કૃષ્ટ અગિયાર માસની, તેમાં શિરમુંડન કરાવે, કે કેશ લોચ કરાવે, સાધુ-શ્રમણ સમાન ઉપકરણ પાત્ર રજોહરણ વગેરે ધરે, સ્વજ્ઞાતિમાં ગૌચરી અર્થે ભ્રમણ કરે, કહે કે હું પ્રતિમાધારી શ્રાવક છું, ભિક્ષા આપશો ? સાધુ માફક ઉપદેશ આપે. સાડા પાંચ વર્ષ ૧૧ પ્રતિમામાં જાય છે.
એ કહ્યું,
માસના કરવી
અરે, સ્વી સાધુન