________________
શ્રી ગુણસ્થાનદ્વાર
૨૧૫
ઉદય ભાવના ૨ ભેદ. જીવ ઉદય નિષ્પન્ન ને અજીવ ઉદય નિષ્પન્ન. જીવ ઉદય નિષ્પન્નમાં ૩૩ બોલ પામે; ૪ ગતિ, ૬ કાય, ૬ લેશ્યા, ૪ કષાય, ૩ વેદ એવં ૨૩ ને મિથ્યાત્વ ૧, અજ્ઞાન ૨ અવિરતિ ૩, અસંજ્ઞીપણું ૪, આહારકણું ૨, છપસ્થપણું , સજોગીપણું ૭, સંસાર પરિપટ્ટણા ૮, અસિદ્ધ ૯, અકેવલી ૧૦, એવું ૩૩અજીવ ઉદય નિષ્પન્નનાં ૩૦ બોલ પામે; ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ, ૫ શરીર, ૫ શરીરના વ્યાપાર એવું ૩૦ એવં ઉભય મળી ૩૩ ને ૩૦ ત્રેસઠ ભેદ ઉદયભાવના કહ્યા. ૧. ' ઉપશમ ભાવે ૧૧ બોલ છે. ચાર કષાયનો ઉપશમ ૪, રાગનો ઉપશમ ૫, દ્વેષનો ઉપશમ ૬, દર્શનમોહનીયનો ઉપશમ ૭, ચારિત્ર મોહનીયનો ઉપશમ એવં ૮, મોહનીયની પ્રકૃતિ અને વિસમિયા દંશણલદ્ધિ તે સમકિત ૯, ઉવસમિયા ચરિત્તલદ્ધિ ૧૦, વિસમિયા અકષાય છઉમથ વીતરાગલદ્ધિ એવં ૧૧. ૨.
ક્ષાયક ભાવે ૩૭ બોલ છે. ૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૨ વેદનીયની, ૧ રાગની, ૧ દ્વેષની, ૪ કષાયની, ૧ દર્શનમોહનીયની, ૧ ચારિત્રમોહનીયની, ૪ આયુષ્યની, ૨ નામની, ૨ ગોત્રની, ૫ અંતરાયની, એમ ૩૭ પ્રકૃતિનો ક્ષય કરે તેને ક્ષાયકભાવ કહિયે. તે ૯ બોલ પામે, ક્ષાયક સમકિત, લાયક યથાખ્યાત ચારિત્ર, કેવલજ્ઞાન, કેવલ દર્શન અને ક્ષાયક દાનાદિ પાંચ લબ્ધિ, એવું ૯ બોલ. ૩.
ક્ષયોપશમભાવે ૩૦ બોલ છે. ૪ જ્ઞાન પ્રથમના, ૩ અજ્ઞાન, ૩ દર્શન, ૩ દષ્ટિ, ૪ ચારિત્ર પ્રથમના, ૧ ચરિતા ચરિત્ત તે શ્રાવકપણું પામે, ૧ આચાર્યગણિની પદવી, ૧ ચૌદ પૂર્વ જ્ઞાનની પ્રાપ્તિ, ૫ ઈદ્રિયની લબ્ધિ, ૫ દાનાદિ લબ્ધિ, એવું સર્વ મળી ૩૦ બોલ. ૪. ૧. ઉપશમ સમકિતની પ્રાપ્તિ. ૨. ઉપશમ ભાવનાં ચારિત્રની પ્રાપ્તિ. ૩. અગિયારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ.