________________
૧૭૬
શ્રી બૃહદ્ર જૈને થોક સંગ્રહ ૭ દિવસ વર્ષો બંધ રહે છે. એમ અનુક્રમે ૭ દિવસ દૂધ, ઘી, અમૃત, રસનો વરસાદ વરસે છે. જેનાથી પ્રથમ આરાનાં અશુભ ભાવ, રૂક્ષતા, ઉષ્ણતા આદિ નષ્ટ થઈ શુભવર્ણ આદિની ઉત્પત્તિ થાય છે. પૃથ્વીમાં ફળદ્રુપતા ઉત્પન્ન થાય છે. ફળફૂલ, વૃક્ષોથી પૃથ્વી છવાઈ જાય છે. ત્યારે બિલમાં રહેલાં માનવો બહાર નીકળી વનસ્પતિ જોઈ માંસાહાર નજ કરવાનો નિશ્ચય કરે છે. ઉતુ.નાં ૪થા આરામાં ૩ વર્ષને ૮ મહિના વીત્યા પછી ૨૪મા તિર્થંકરનો જન્મ થશે. ૮૪ લાખ પૂર્વનું આયુ હશે. તે શિલ્પકલા આદિ શિક્ષા નહીં આપે. કારણકે ચાલી આવતી હશે. તેમનાં મોલ ગયા પછી રાજ્યધર્મ અને ચારિત્ર ધર્મ વિચ્છેદ જશે. પછી અકર્મભૂમિ જેવો વ્યવહાર રહેશે)
ઇતિ છઠ્ઠા આરાના ભાવ સંપૂર્ણ ૧૦ લારના જીવસ્થાનક.
ગાથા. (સમવાયાંગ-૧૪)
૨ ૩ ૪ ૫ જીવઠાણ નામ લખ્ખણ ઠિઈ, કિરિયા કમ્મસત્તામાં ૬ ૭ ૮ ૯ ૧૦ બંધ, ઉદરીણ, ઉદય, નિર્જરા, છ ભાવ, દસ દારાએ. ૧
અર્થ : દશ દ્વારનાં નામ. ૧ પહેલો ચઉદ જીવસ્થાનના નામનો દ્વારા ૨ બીજો લક્ષણદ્વાર. ૩ ત્રીજો સ્થિતિદ્વાર. ૪ ચોથો ક્રિયાકાર. ૫ પાંચમો કર્મસત્તા દ્વાર. ૬ છઠ્ઠો કર્મ બંધ દ્વાર. ૭ સાતમો કર્મ ઉદીર્ણ દ્વાર. ૮ આઠમો કર્મ ઉદય દ્વાર. ૯ નવમો કર્મનિર્જરા દ્વાર. ૧૦ દશમો છ ભાવ દ્વાર.