________________
છ આરાના ભાવ
૧૭૩
સુમાણસ થોડા થશે.
૨૮ આચાર્ય પોતપોતાના ગચ્છની પરંપરા, સમાચારી જુદી જુદી પ્રવર્તાવશે તથા મૂઢ, મૂર્ખ માણસને મોહ, મિથ્યાત્વના પાશમાં નાંખશે, ઉસૂત્ર ભાખશે, નિંદનિક, કુબુદ્ધિક ઘણા થશે, પોતપોતાની પરંપરામાં રાચશે,
૨૯ સરલ, ભકિક, ન્યાયી, પ્રમાણિક પુરૂષ થોડા રહેશે. ૩૦ શ્લેચ્છનાં રાજ્ય ઘણાં થશે. ૩૧ હિંદુનાં રાજ્ય અલ્પ ઋદ્ધિવાળાં ને થોડાં રહેશે.
૩૨ મોટા કુળના રાજા તે નીચ કામ કરશે. અન્યાય, અધર્મ તથા કુવ્યસનમાં ઘણાં રાચશે. એ ૩ર બોલ સંપૂર્ણ
એ આરાને વિષે ધન સર્વ વિચ્છેદ જશે. લોઢાની ધાતુ રહેશે. ચામડાની મહોરો ચાલશે, તે ધનવંત કહેવાશે. એ આરાને વિષે એક ઉપવાસ, તે માસખમણ સરખો થશે.
આરાને વિષે શાન સર્વ વિચ્છેદ જશે, ફક્ત દશવૈકાલિક સૂત્રના પહેલા ૪ અધ્યયન રહેશે (કોઈ માને છે કે, ૧ દશવૈકાલિક ૨ ઉત્તરાધ્યયન, ૩ આચારાંગ ૪ આવશ્યક, એ ચાર સૂત્ર રહેશે. તે ઉપર ચાર જીવ એકાવતારી થશે. તે ચાર જીવનાં નામ. ૧ દુપસહ નામે આચાર્ય, ૨ ફાલ્યુની નામે સાધ્વી, ૩ જીનદાસ નામે શ્રાવક, ૪ નાગશ્રી નામે શ્રાવિકા. એ સર્વ થઈને ૨૦૦૪ પાંચમા આરાના છેડા સુધી શ્રી મહાવીરના યુગધર જાણવા)
અષાઢ સુદી ૧૫ ને દિને શદ્રનું આસન ચળશે, ત્યારે શકેંદ્ર ઉપયોગ મુકીને જોશે કે આજે પાંચમો આરો ઉતરીને કાલે છઠ્ઠો આરો બેસશે, માટે જાણીને શકેંદ્ર આવશે. આવીને તે ચાર જીવને કહેશે, કે કાલે છઠો આરો બેસશે, માટે આલોચી, પડિક્કમી, નિંદી, નિઃશલ્ય થાઓ, એમ શકેંદ્ર કહેશે. પછી તે