________________
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ
ચોથો આરો. - ત્રીજો આરો ઉતરીને ચોથો આરો બેઠો, ત્યારે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત ઓછા થયા. એ આરો એક ક્રોડાક્રોડી સાગરોપમમાં બેંતાળીશ હજાર વર્ષ ઓછો જાણવો. એ આરો દુઃષમ સુષમ નામે જાણવો, એટલે વિષમતા ઘણી, ને સુંદરતા થોડી જાણવી. એ આરાને વિષે પાંચસેં ધનુષ્યનું શરીર ને ક્રોડ પૂર્વનું આયુષ્ય જાણવું. ઉતરતે આરે સાત હાથનું શરીર ને બસો વર્ષમાં ઊણું આયુષ્ય જાણવું. એ આરાને વિષે સંહનન છે, . સંસ્થાન છે. એ આરાને વિષે ૩૨ પાંસળીઓ, ઉતરતે આરે ૧૬. પાંસળીયો જાણવી. એ આરાને વિષે દિન દિન પ્રત્યે આહારની ઇચ્છા થાય, તે વારે પુરૂષ ૩૨ કવલનો, ને સ્ત્રી ૨૮ કવલનો આહાર કરે. ધરતીની સરસાઈ (રસ) સારી જાણવી, ઉતરતે આરે તેથી ઓછી જાણવી. એ આરાને વિષે શેષ ૭૫ વરસ અને સાડાઆઠ મહિના બાકી રહ્યા ત્યારે દેશમાં પ્રાણત દેવલોકે વિશ સાગરોપમનું આયુષ્ય ભોગવી, ચવીને માહણકુંડ (બ્રાહ્મણકુંડ) નગરીને વિષે 2ષભદત્ત બ્રાહ્મણના ઘેર, દેવાનંદા બ્રાહ્મણીની કુશીમાં શ્રી મહાવીર સ્વામી ઉપન્યા, ત્યાં સ્વામી ૮૨ રાત્રી રહ્યાં. ૮૩ મી રાત્રીએ શકેંદ્રનું આસન ચળ્યું, ત્યારે શકે ઉપયોગ મુકીને જોયું તો શ્રી મહાવીર સ્વામી ભિક્ષુકને કુળે ઉપન્યા એમ જાણ્યું, એ અનંત કાળે આશ્ચર્ય થયું. તે વારે શદ્ર હરિશગમેલી દેવને બોલાવીને કહ્યું કે તમે જાઓ, જઈને શ્રી મહાવીર સ્વામીનો ગર્ભ ક્ષત્રિયકુંડ નગરને વિષે, સિદ્ધાર્થ રાજાને ઘેર, ત્રિશલાદેવી રાણીની કુલીએ મુકો; અને ત્રિશલાદેવી રાણીની કુલીએ પુત્રીપણે ગર્ભ છે, તે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં મુકો, એમ કહ્યું. ત્યારે તે હરિણગમેલી દેવે ત્યાં તÁતિ (કહો છો તેમ કરીશ) એમ કહીને તેજ વખતે તે માહણકુંડ આવ્યો, ને ત્યાં ભગવંતને નમસ્કાર કરીને કહ્યું જે, હે સ્વામી, તમે સારું જાણશો.