________________
૧૪૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ અશાતા વેદનીય બાર પ્રકારે બાંધે તે ૧. પર દુઃખણિયાએ (બીજાને દુઃખ આપવું) ૨. પર સોયણિયાએ (પરને શોક કરાવવો) ૩ પર રણિયાએ (પરને ઝરણા કરાવવી) ૪. પર ટીપ્પણિયાએ (પરને આંસુ પડાવવા) ૫. પર પીટ્ટણિયાએ (પરને પીટવું) ૬. પર પરિતાવણિયાએ (પરને પરિતાપના આપવી) ૭ બહુર્ણ પાણાણે ભૂયાણ જીવાણું સત્તાણું દુઃખણિયાએ (બહુ પ્રાણી ભૂત જીવ સત્વોને દુઃખ આપવું) ૮. સોયણિયાએ (શોક કરાવવો) ૯. ઝુરણિયાએ (ઝુરણા કરાવવી) ૧૦. ટીપ્પણિયાએ (ટપક ટપક આંસુ પડાવવા) ૧૧. પટ્ટણિયાએ (પીટવું) ૧૨. પરિતાવણિયાએ (પરિતાપના કરવી) એવું બાર. કુલ બાવીશ
વેદનીય કર્મ સોળ પ્રકારે ભોગવે, તે સોળ પ્રકૃત્તિ કહી તે પ્રમાણે.
વેદનીય કર્મની સ્થિતિ શાતા વેદનીયની સ્થિતિ, જઘન્ય બે સમયની; ઉત્કૃષ્ટ પંદર ક્રોડા ક્રોડી સાગરોપમની; આબાધાકાળ કરે તો જઘન્ય અંતર્મુહર્તનો, ઉત્કૃષ્ટ, દોઢ હજાર વર્ષનો.
અશાતા વેદનીયની સ્થિતિ, જઘન્ય, એક સાગરના સાત ભાગ કરીએ તે માંહેના ત્રણ ભાગને એક પલ્યને અસંખ્યાતમે ભાગ ઉણી, ઉત્કૃષ્ટ ત્રીશ ક્રોડાકોડી સાગરોપમની. એનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો.
૪ મોહનીય કર્મનો વિસ્તાર મોહનીય કર્મના બે ભેદ, ૧ દર્શન મોહનીય, ૨ ચારિત્ર મોહનીય.
૧ દર્શન મોહનીયની ત્રણ પ્રકૃત્તિ, ૧ સમ્યક્ત મોહનીય,