SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ ધર્મધ્યાનમાં પ્રીતિ, પ્રત્યાખ્યાનાવરણીય કષાય, મધ્યમ પરિણામ, સંવિભાગ કરવાપણું–દાન દેવાપણું અર્થાત્ પિતાના સુખમાં બીજાને ભાગ આપવાપણું, દેવ અને ગુરૂનું પૂજન, પહેલાં બોલાવવું અર્થાત્ આ પધારે વિગેરે કહેવારૂપ પૂર્વાલાપ, પ્રિયાલાપરૂપ સજજનેને માન આપવામણું, સુખે બોધ કરી શકાય યા સમજાવી શકાય તેવી બુદ્ધિ અને લેક સમુદાયમાં મધ્યસ્થપણે રહેવું. આ સર્વે મનુષ્ય આ યુષ્ય બંધના કારણે છે. - દેવ આયુષ્ય. સરાગ સંયમ, દેશવિરતિ, અકામનિજેરા, કલ્યાણ મિત્રોને પરિચય અર્થાત્ ઉત્તમ મનુષ્યની સોબત, ધર્મ શ્રવણ કરવાને સ્વભાવ, સુપાત્ર દાન, તપ, શ્રદ્ધા, રત્નત્રયીની અપૂર્ણ આરાધના, મરણ અવસરે પીત અને પલેશ્યાના પરિણામ, બાલ તપ, શુભ પરિણામ પૂર્વક અગ્નિ પાછું આદિમાં મરણ અને અધ્યક્ત સામાયિક અર્થાત્ સમજણ પૂર્વક નહિ એવો સમભાવ આવે તે, આ સર્વ દેવગતિનું આયુષ્ય બાંધવાનાં કારણે છે. અશુભનામ. મન, વચન, કાયાનું વકપણું, બીજાને ઠગવા, માયાપ્રવેગ, ઉંધી માન્યતા, વૈશુન્ય(ચાડી), ચિત્તની ચપળતા, સુવર્ણ ચાંદિ વગેરેમાં ભેળસેળ કરવું અર્થાત બનાવટી સેનું વિગેરે બનાવવું, જુઠ્ઠી સાક્ષી ભરવી, વર્ણ ગંધાદિ બદલીને વધુ દેખાડવી, બીજાના અંગે પાંગ કાપવા-કપાવવા, યંત્રે, પિંજરા વિગેરે બનાવવાં, કુડાં તેલાં, માપાં તથા ત્રાજવાં બનાવવા-વાપરવા, અન્યની નિંદા પોતાની પ્રશંસા,
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy