SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ જે જીભ શ્રી જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરે છે તેજ જીભ છે, જે ચિત્ત પરમાત્માને સમર્પિત છે તેજ ચિત્ત છે, અને જે હાથ પરમાત્માની પૂજામાં વપરાય છે, તે હાથ જ પ્રશંસાને યોગ્ય છે. (૨૪) इलिका भ्रमरीध्यानात्, भ्रमरीत्वं यथाश्नुते । तथा ध्यायन् परात्मानं, परमात्मत्वमाप्नुयात् ॥२५॥ ભ્રમરીના ધ્યાનથી ઈલિકા જેમ ભ્રમરીપણાને પામે છે, તેમ પરમાત્માનું ધ્યાન કરનાર આત્મા, પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે. (૨૫) प्रशमरसनिमग्नं, दृष्टियुग्मं प्रसन्नम् , वदनकमलमंका, कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते, शस्त्रसंबन्धवन्ध्यम् , तसि जगति देवो, वीतरागस्त्वमेव ॥२६।। હે વીતરાગ ! આપનું દષ્ટિયુગલ પ્રશમ રસથી ભરેલું છે, આપનું મુખકમલ પ્રસન્ન છે, આપને અંક-ળે. કામિની-સ્ત્રીસંગ રહિત છે, આપના કરયુગ–બે હાથ પણ શસ્ત્રના સંબંધ વિનાના છે. માટે આપ જ જગતમાં વીતરાગાદિ ગુણોથી યુક્ત દેવ છે, (૨૬) सरसशांतिसुधारससागरं, चितरं गुणरत्नमहाकरम् । भविकपंकजबोधदिवाकरं, प्रतिदिनं प्रणमामि जिनेश्वरम् ॥२७॥ સરસ સમતારૂપી સુધારસના સાગર, અતિપવિત્ર ગુણરૂપી રત્નની મહા ખાણુરૂપ તથા ભવ્ય જીવરૂપી કમ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy