SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માથી ભિન્ન એવા જડ પદાર્થોની ભાવનમાં જીવનું કલ્યાણ થાયજ ક્યાંથી? આવી નિમોહ્ય પ્રવૃત્તિઓનો પ્રચાર થવાનું મુખ્ય કારણ આત્મબળ હીત ધર્મગુરૂઓજ છે. પિતાના વિશુદ્ધ ચારિત્ર, નિર્મળતન તથા આત્મબળી જનસમાજને આકર્ષી શકે નહિ વા પ્રાતિ મેળવી શકે નહિ, અને પોતે ઉપામયમાં એકલા બેઠા હોય ! કીડીઓ ચડે વા બીજા સમર્થ જ્ઞાનીના વ્યાખ્યાન કરતાં પોતાના શક્તિહીન વ્યાખ્યાનમાં શ્રોતાએ થેડા આવતા હોય તે શીતજવર આવે કે ઈર્ષ્યા આવે, તેથી પિતાને વાડે વધારવા તથા પિતાની પાસે ઘણા લેકે આવે છે–એવું માન મેળવવા-આવા ઉંધા રસ્તાઓ લઈ પ્રભાવનાની પ્રપંચ ઉત્પન્ન કર્યા છે, કદાચ કોઈ કહેશે કે– શાસ્ત્રોમાં પ્રભાવના કરવાના અને કર્યાના અધિકાર છે.” તે જણાવીશ કે ભગવાન મહાવીર પાસે કયા દેવતાએ, ઈ છે કે શ્રેણિકાદિ રાજાએ પ્રભાવના કરી? એવું કયા સત્રમાં છે? (પિપગુરૂઓના રચેલા ગ્રંથને પુરાવો નિરર્થક છે.) પ્રભુના રાજ્યમાં પ્રભાવના (પરભાવના) હોયજ નહિ, સ્વ-ભાવનાજ (પિતાના આત્મસ્વરૂપમાં રમણ કરવું) હોય, અજ્ઞાનીના રાજ્યમાંજ પરભાવના જડરમણતા) હેય, કદાચ કઈ પૂર્વાચાર્યના ગ્રંથમાં પ્રભાવનાનો અધિકાર હશે તે તેમાં ભાવ. નાની ઉત્કૃષ્ટતા હશે, પણ બબ્બે ચાર ચાર રૂા. ના ઉઘરાણી કરી નિરાશ્રિત ફંડની માફક લેક પાસેથી ભીખ માંગી અને પછી લેકેને બબે પતાસા આપવાની ઉદારતા કરી હોય, તેવો અધિકાર છેજ નહિ પરમજ્ઞાની મહાત્મા એને ધર્મબોધ આત્માનું શ્રેય થવા માટે હોય, પતાસાના સ્વાદને માટે મહાભાઓનો બોધ હોયજ નહિ. તેમ પૌષધ આત્માની પુષ્ટિ કરવા માટે તેમજ વઘર્મથી આત્મજીવનને પિષણ કરવા માટે હોય તો જ તેને પૌષધ કહી શકાય; પણ જે શેર સાકર કે ખાવાની લાલચ માટે હોય, તો તેનું નામ પૌષધ નહિ પણ શેર સાકર વા એક ટંકના ખારાકની મજુરી છે. એમ સુગમતાથી સમજાય તેવું છે. પૂજા પૂજ્ય તિ પૂબા' જેનાથી પવિત્ર થવાય તેને પૂજા કહે છે. સામાયિક, પ્રતિક્રમણાદિક શુભ ક્રિયાઓથી વૃત્તિઓ સ્થિર ન થતી હોય, તેને જ્ઞાનીઓ પૂજાની પ્રવૃત્તિ તરફ દોરે છે. સામાન્ય કઈ પદાર્થ ઉપર ત્રાટકે કરી ગની સ્થિરતાપૂર્વક ધ્યાન કરવાથી વૃત્તિઓ સ્થિર થાય છે, પણ ભાવના જાગ્રત થતી નથી, તેથી ઇષ્ટદેવની પ્રતિમાના આકાર દષ્ટિ સન્મુખ રાખી
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy