SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કરી તેમાં કલ્યાણ માનનારા જૈનેથી જૈનત્વ ( વીતરાગ ભાવ) નાશ પામવા જેવું થયું છે. સાકર કે લાડુના મોહ માટે આઠમ પાખીના હજારે પૌષધો થશે, જ્યારે તે ન હોય તો સેંકડે પાંચ પણ નહિ થાય. આવા જીવાત્માઓ ધર્મના નામે ધતીંગ ચલાવી ધર્મને લજવનારા, સમાજને નિર્માલ્ય બનાવે છે. • - હરિકથા કે વ્યાખ્યાનમાં જો ચપટી સાકર કે બે ચાર પતાસાની પ્રભાવના હોય તે ઉપાશ્રયમાં હજારો લેકે વ્યાખ્યાન સાંભળવા આવશે, નહિ તે ૫૦-૧૦૦ માંડ હશે. જ્ઞાનીઓના એક વચનમાં અનંતતત્ત્વ સમાયેલું છે. તેવી દિવ્ય વાણીનું અપૂર્વ રહસ્ય આવા ધર્મ વિક્રય કરનારા લાલચુઓથી સમજાય જ કયાંથી? કેટલાક અજ્ઞાનીઓ એ તર્ક કરે છે કે–પ્રભાવનાના લેભના બહાને પણ લેકે સાંભળવા તે આવશે?” પ્રભાવના ન હોય તે ગમે તેવા મહાત્માની અપૂર્વ વાણી પ્રત્યે જેને પ્રીતિ તથા આકર્ષણ નથી તેવા મેહલુબ્ધ પામર આત્માઓ બે પતાસાની લાલચે ગમે તેવા સામાન્ય ગુરૂઓ પાસે પણ આવશે, તે સોધ કરતાં બે પતાસામાં મીઠાશ માનનારા મેહાંધ આત્માઓ સાંભળીને શું કલ્યાણ કરવાના હતા? શ્રીમાન હેમચંદ્રાચાર્યજી લખે છે કે – આ જ અજ્ઞાનતિજિગ્યા માન્ય યથાવથમ્; जिनशासनमाहात्म्यस्य प्रकाशे स्यात्प्रभावना" | અજ્ઞાન-તિમિરને નાશ કરી, મિથ્યા મોહને લય કરી, ઉત્કૃષ્ટ ભાવની સિદ્ધિ મેળવે તેનું નામ પ્રભાવના, પ્રભાવનામાં આ દિવ્ય ભાવાર્થ રહ્યો છે, પણ લાલચુ જીવોને પુદ્દગલમેહમાં તેવું રહસ્ય સમજાયજ ક્યાંથી ? સાધુઓ ચોમાસું રહ્યા હોય તથા મોટા સાધુ ગામમાં આવ્યા હોય તેના મોહની ખાતર, કીર્તિની ખાતર વા ન કરીએ તે ખોટું લાગશે” એવા લેકભયની ખાતર બબ્બે ચાર ચાર આના કે રૂપીઆ ઉઘરાવી ફંડ રાખી, આઠમ પાખીની પર્વતિથિએ પ્રભાવના કરે. કહો, નિરાશ્રિત કુંડમાં અને આ પતાસાં ખાઉઓના ફંડમાં કાંઈ ફેર છે ? નહિ, લેકેની પાસે ઉઘરાણું કરી, ભીખ માગી તે આપવાથી વા કેાઈ ગૃહસ્થને ઘેર તેનું સગું સંબંધી મરવા પડયું હોય તેને માટે ધર્માદ કરવા બસે પાંચસે રૂપીઆ કહાડ્યા હોય તેમાંથી પ્રભાવિના કરવાથી કે વીર્યહીન અને નિર્માલ્ય બની જાય છે. એ બુદ્ધિશન્ય આ ' ભાઓ ક્યાંથી જાણે? ખરેખર ! તેના નામ પ્રમાણેજ ગુણ દેખાય છે. મૂળ નામ તે પ્રભાવના એટલે “પ્રકરણ ભાવના” ઉત્કૃષ્ટ સદ્દભાવનાતે પ્રભાવના કહેવાય છે, અને હાલ તે તેને અપભ્રંશ થઈ પરભાવના બોલાય છે,
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy