SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ હજારા બંદુકા તથા તરવારાનુ મળ પણ તૃણવત્ તે છે. જેથી શીલ, પ્રાણુને ધારણ કરવામાં બળવાન સાધન છે. કુળને દીપાવવામાં શીલ દીપક સમાન છૅ. શરીરનું તે એક દિવ્ય આભૂષણ છે, જળથી જેમ શરીરની શુદ્ધિ થાય છે, તેમ શીલના પ્રભાવથી અંતઃકરણ વિશુદ્ધ બને છે. મહા આપત્તિ તથા ભયાનક સમયમાં શીલ-એ બાંધવ સમાન સહાયક છે. તે દુર્ગતિના દુઃખને નાશ કરનાર છે. અગ્નિ જેમ મૂળને બાળી નાંખે છે, તેમ શીલરૂપ અગ્નિના પ્રતાપથી અસદ્ભાવ, અસત્પ્રવૃત્તિ તથા અશુભ ઉદયરૂપ દુર્ભાગ્યતાના મૂળને નાશ થય છે. તપસ્યાના યાગથી ચિંતામણિ રત્નને સાધ્ય કરવાથી તે રત્નના અધિષ્ઠિત દેવતા મનોવાંછિત પદાર્થોને આપે છે, અર્થાત ચિંતામણિરત્ન પૌદ્ગલિક સુખ અને જડ પદાર્થીની સમૃદ્ધિને મેળવી આપે છે, જ્યારે શીલરૂપ ચિંતામણિરત્નના દિવ્ય પ્રતાપથી વ્યાઘ્ર, સિંહ, સર્પ, અગ્નિ, જળ વિગેરેના ઐહિક વિઘ્ના તથા કમઁવરણરૂપ આપત્તિના નાશ થવાથી સ્વર્ગ અને મેાક્ષની પ્રાપ્તિ થાય છે. કેટલાક લોકો શીલ—શબ્દથી શીયળ (બ્રહ્મચર્ય) સમજે છે, પશુ શીલને અથ આચાર થાય છે, તેમાં બ્રહ્મચર્યના પણ સમાવેશ થાય છે, તેની સાથે ખીજા પણ આચારા રહ્યા છે. અર્થાત્ અનેક આચારાનું ગુંથન-તેને શીલ કહે છે. 1 આચાર એટલે શું ? જનસમાજમાં ઘણે ભાગે એવી માન્યતા ચાલે છે ક્રુ-સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, પૂજા, દાન, તપ, ખાદ્ય શીયળ, સંધ્યાપૂજન તથા યજ્ઞ વિગેરે કુલાચારપણે ચાલી આવતી બાહ્ય ક્રિયાને સદાચાર કહે છે. પશુ એમ માનનારની ભૂલ થાય છે. બાહ્ય ક્રિયા–તે સદાચાર નથી, પણ સદાચાર ઉત્પન્ન થવાનું સાધન છે. સાધ્ય હેાય તેા સાધનને સમાવેશ થઇ જાય છે, પણ સાધન હોય, ત્યાં સા હૈ ય જ—એમ બનતું નથી. હોવાના સભવ છે, હાય પણ ખરૂં વા ન પણુ હેાય. ઇચ્છિત ગામના માર્ગે જતાં અશ્વ કે હાથીના સાધનનું અવલંબન લઇ માર્ગ સન્મુખ ગામ જવાનું લક્ષ્ય રાખી ગતિ કરે, તે તે ગામ પહોંચવામાં અશ્વ કે હસ્તી વિગેરે નિમિત્ત સાધનભૂત થાય છે; પરંતુ ગામ જવાના લક્ષ્યને ભૂલી જઇ હાથી કે ચેડાના સાધનમાં જ મહત્તા વા સાધ્યતા માની તેમાંજ માહિત થઇ જાય તેા જેમ ગામ પહુાંચવાના સાબ (કાર્ય થી ભ્રષ્ટ રહેછે, તેમ સામાયિકાદિ સક્રિય એ—તે સાધન છે. તેનાથી સમભાવ-દશા, પાપનિવૃત્તિ, આત્મપેાષણ, અંતરશુદ્ધિ, આત્મિક જાગૃતિ, ઇચ્છા નિરાધ, સમ્બાન વિગેરે જે આત્મગુણા છે, તેતી પ્રાપ્તિ માટે ઉપરક્ત સામાયિકાદિ નિાંમત્તે તે સાધન છે.સાધ્યને લક્ષ્યમાં રાખી સાધ્યની સિદ્ધિ થાય તેવી સ્થિતિ પૂર્ણાંક સાધનનુ સેવન થાય તે સાધન સાર્થક છે. અને તેમાં
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy