SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ “એ સાધુ ઓ શ્રાવિકા, તું વસ્યા મેં ભાડ; તેરે મેરે ભાગ્યસું, પત્થર પડશે રાંડ.” અલી વેશ્યા! એ નિર્મળ ચારિત્રવાન સાધુ મહાત્મા અને નિષ્કામ ભક્તિ કરનાર મહાસતી જુદી, આ તો તું વેશ્યા અને હું ભાંડ (ભીખારી) બંને સરખા મળ્યા છીએ. માટે સુવર્ણની વૃષ્ટિ તે બાજુ પર રહી, પણ વખતસર પત્થરની વૃષ્ટિ પડશે, તો માથું ફજિશે. માટે ભલી થઈ લાડ આપવો હોય તે આપ, નહિ તે ચાલ્યો જાઉં. હવે તે ઉભા રહીને પગ પણ થાકયા અને દુખવા આવ્યા છે. તે સાંભળી વેશ્યા બલી કે–મહારાજ સુવર્ણની વૃષ્ટિ માટે જ મહેનત અને ખરચ કરી મોદક બનાવ્યા છે, જે સુવર્ણની વૃષ્ટિ પડે તે ત્રણના તેર આપું, નહિ તે ખાઈને મારું પેટ ઠારીશ. એ મફતને માલ કયાં રસ્તામાં પડ્યો છે કે તરત લઈને તું ચાલતો થાય ? તારાં પગલાંથી સુવર્ણની વૃષ્ટિ ન થાય તે પકડ રસ્તો. આ સ્વાદિષ્ટ માલ મફત મળે તેમ નથી. આ સાંભળીને બિચારે ભિખારી ધોએ મહેડે ચાલ્યો ગયો. જેમ દેખાદેખીથી દાન શું? તે કેમ આપવું? અને કેવા પુરૂષને આપવું ? તે ન જાણવાથી વેશ્યા તથા ભીખારીની જેવી દશા થઈ, તેવી જ દશા, ખરું રવરૂપ ન સમજનારા હજારો અને લાખો રૂા. નું દાન કરતાં છતાં થતી જણાય છે. માટે દાનના યથાર્થ સ્વરૂપને સમજી, સપુરૂષને અંતર્દષ્ટિથી ઓળખી, ચિત્ત, વિત્ત તથા પાત્ર-એ ત્રણે રિથતિના રવરૂપને જાણી ત્રણ પ્રકારનું સ્વરૂપ જણાવ્યું તે પ્રમાણે દાન આપનારની આત્મસિદ્ધિ થાય છે. શીલ પ્રકરણ– (૨) ભેદ શીલ (સદાચાર). શ્રાવાઇ કથનો ધર્મ' આચાર -એ મનુષ્યનું પ્રથમ જીવન ધાને ખરો ધર્મ છે. કહ્યું છે કે– " शीलं प्राणभृतां कुलोदयकरं शीलं वपुर्भूषणं, शीलं शौचकरं विपद्भयहरं दौर्गत्यदुःखापहम् । शीलं दुर्भगतादिकंददहनं चिंतामणिः प्रार्थितो, व्याघ्रव्यालजलानलादिशमनं स्वर्गापवर्गप्रदम्" ॥ શીલ–એ મનુષ્યને બળવાન શસ્ત્ર છે. લેહશત્રના બળને પણ શીલશસ્ત્ર હઠાવી શકે છે. જેના અંતરમાં શીલ-શસ્ત્ર રમી રહ્યું છે, તેની પાસે
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy