SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ તેનું પોષણ કરવા માટે પ્રભાતે વહેલો ઉઠી રાજા પાસે દાન લેવા જતાં તેને રાજાના સિપાઈઓએ પકડી રાજા પાસે ઉભો રાખ્યો. રાજાના પૂછવાથી તેણે ખરી હકીક્ત જણાવી, તેથી રાજા તેની ઉપર પ્રસન્ન થઈ તેને ઈચ્છા પ્રમાણે માગવા જણાવ્યું એટલે તેણે છેડે વખત વિચારવાનું કહી રાજા પાસેથી રજા માગી. વાડીમાં જઈ વિચારતાં અનિત્ય ભાવનાએ આરૂઢ થઈ ચારિત્ર ધારણ કર્યું. આમાં પૂર્વના નિમિત્ત સિવાય બીજું કાંઈ કહી શકાય નહિ. નબિરાજર્ષિને જવર આવ્યું હતું, તેને શાંત કરવા તેની સ્ત્રીઓ ચંદન ઘસવા લાગી, ત્યાં કંકણનો અવાજ સહન ન થવાથી તે ઉપરથી એકત્વ ભાવના ભાવી તેણે સંયમ લીધો. ભાઈ! આમાં શું પુરૂષાર્થ કર્યો ? અર્થાત કાંઈ નહિ. પૂર્વના પુન્યાનુબંધી પુન્યોદયના આધારે પ્રાપ્ત થયેલ નિમિત્ત. સંયતિ રાજા શિકારે નીકળ્યા. હરણને ગળી વાગવાથી તે મહાત્માના ચરણમાં જઈને પડયું. હરણને મહાત્માનું જાણી તેને ભય લાગ્યો, મહાત્માએ તેને બંધ આપે, તેથી તેણે તે જ વખતે દીક્ષા લીધી. કહે, ભાઈ ! આ કેવું આશ્ચર્ય ? જે વખતે શિકારે નીકળ્યા તે વખતે તેને આ બાબતનું સ્વપ્ન પણ હતું? અર્થાત ન હતું. શ્રેણિક મહારાજા શિકારે નીકળ્યા અને ત્યાંથી મુનિ પાસે જઈ ચડ્યા. તેમને દેખતાં તેને શુભ ભાવના આવી અને બોધ થતાં સમકિત પામ્યા, એ પણ પૂર્વના સંસ્કાર સિવાય બીજું કાંઈ બતાવતું નથી. આવા અનેક દ્રષ્ટાંત શાસ્ત્રમાં જ્યાં ને ત્યાં નજરે પડે છે, પણ તે બધા અહીં લખવાથી વાંચનારને કંટાળો આવે, તેથી આટલા દાંતિ આપી વિરામ પામું છું. અને મારા અનુભવ પ્રમાણે પૂર્વના સંસ્કાર સિવાય અમુક માણસે આ પ્રમાણે નવું કર્યું, એવું શાસ્ત્રમાં નીકળવાનો સંભવ મને જાણ નથી. લક્ષ્મપૂર્વક વિચાર કરતાં દરેકને માટે છેવટે પૂર્વના સંસ્કારનું કામ નીકળી આવવાનું જ મને લાગે છે. પુરૂષાર્થને અર્થ સમજવામાં ભૂલ પડવાથી “મેં પુરૂષાર્થ કરી આમ કર્યું ? એમ માને છે, તેથી પુરૂષાર્થનું જે ખરેખરું સ્વરૂપ છે તે સમજાતું હોય તેમ જણાતું નથી, જેથી પુરૂષાર્થનું ખરું સ્વરૂપ છે તે બતાવવા પ્રયાસ કરું છું. કેઈપણ શુભાશુભ કર્મ ઉદય આવવાનું હોય તે પહેલાં તે ઉદય થવા માટે લેહચુંબક તથા સેઢાના દૃષ્ટાંતે “પરનું ખેંચાણ થાય તેનું નામ ખરીરીતે પુરૂષાર્થ છે.”જેને બીજા શબ્દોમાં કહીએ તો ઉદીરણું વ્યવહાર અથવા કારણ કહી શકાય. તે વધારે રપષ્ટ થવા આ જગ્યાએ કર્મને બંધ, સત્તા, ઉદીરણા તથા ઉદયને આકાર આપું છું—
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy