SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ખસી જશે નહિ, છતાં તેના શિષ્યો તથા શ્રાવક તપ જપ વિગેરે ક્રિયા કરે છે, તે મારા શબ્દ ઉપરથી મૂકી દેશે,એમ હું માનતો નથી. તેમ મૂકી દેવા તેઓ સમર્થ પણ નથી. કારણકે તેમને પૂર્વને પુન્યાનુબંધી પુન્યને ઉદય તેમ કરવા પ્રેર્યા વગર રહેશે નહિ. દરેક પ્રાણી પૂર્વ કર્મના આધારે શુભ વા અશુભ ક્રિયામાં જોડાય છે. તેના દષ્ટાતે શાસ્ત્રાનુસાર આપવાથી ઉપરને સિદ્ધાંત ખરેખર દઢ થશે, એમ ધારીને બતાવનાર દષ્ટાંત નીચે મુજબ આપું છુંપ્રથમ પરમ પૂજ્ય તીર્થકર ભગવાનનાં દષ્ટાંતિ મોજુદ છે. ઋષભદેવ ભગવાનને ભરત મહારાજના પૂછવાથી મહાવીર સ્વામીને માટે કહેલું છે કે—તારો પુત્ર મરીચિ છેલ્લે તીર્થકર થશે, વચ્ચે એક કોડાક્રોડી સાગરોપમમાં બેંતાલીશ હજાર વર્ષ ઓછું અંતર હતું. તે પ્રમાણે જે પૂર્વકર્માનુસાર વર્તન થતું હોત તે ઋષભદેવ ભગવાન કહેત નહિ કે તેમ પરિણામ આવત નહિ, વળી તેમાં ફેરફાર કરી શકાય તેમ છે તે અષભદેવ પ્રભુ ઉપાય બતાવત, પણ તેમ બન્યું નથી. આના પછી આગળ જે મહાવીર સ્વામીને પિતાનો દાખલે છે, ત્યાંથી આ નીચે સંધારણ કરવું. વીર ભગવાનના નિર્વાણ વખતે ભારમગ્રહનું આવવું અને આયુષ્ય વધારવાને તથા ભસ્મગ્રહ ઉતારવાની તેમણે બતાવેલ અશક્તિ થવાનાં તીર્થકરોનાં દષ્ટાંતિ, શ્રેણિક મહારાજ તથા કૃષ્ણ મહારાજ લાયક સમકિતી છે ત્રીજા ભવમાં તીર્થંકર થઈ મેક્ષે જવાના છે, તેમને માટે તે વખતના તીર્થકરે પણ તેઓ ઉપર પરીણામ વાળી શકવા અસમર્થ હતા, એમ બતાવેલું છે. વળી શ્રેણિક મહારાજને માટે તે એટલે સુધી પૂર્વક દઢ કરનાર હકીક્ત છે કે તેણે નરકે ન જવું હોય તે એક પ્રત્યાખ્યાન કરવું, કાલસૂરીઆ કસાઈને જીવહિંસા કરતા અટકાવ અમર કપિલા દાસી પાસે દાન દેવરાવવું અને પુણીયા શ્રાવકના એક સામાયકના ફળનું પામવું-એમ ચાર રસ્તા કહાડવામાં આવ્યા હતા, પણ તેમાંથી એકે બની શકે નહિ. પોતે પ્રત્યાખ્યાન ન કરવા અશક્તિ બતાવી. કાલીઆસૂરીને બાંધીને કુવામાં લટકાવ્ય, છતાં પાણીમાં પાડાને આકાર કરી મારવા માંડયો. કપિલા દાસીના હાથે દાન અપાવવા માટે ચાટ બંધાવ્યા; છતાં “આ દાન હું આપતી નથી, પણ શ્રેણિક રાજાને ચાટવો આપે છે એમ કહેવા લાગી. કૃષ્ણ મહારાજને નરકે જવું હતું, તેથી મરણ વખતે શરૂઆતમાં અધ્યવસાય સારા હતા, પરંતુ તે બદલીને નિર્ધ્વસ થયા અને તેથી તે નરકે ગયા. સામાન્ય પુરૂષનાં દૃષ્ટાંત-કપલ કેવલી તે બ્રાહ્મણને છોકરો હતે. કોઈ પંડિત પાસે ભણતાં એક બાઈ સાથે ખરાબ ચાલ ચાલવાથી તેને ગર્ભ રહ્યો,
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy